વિલફુલ ડિફોલ્ટર્સની લેણી રકમ 25 ટકા વધીને રૂ.1.5 લાખ કરોડ

319

અમદાવાદ : દેશની 8 મોટી બેંકોનાં વિલફુલ ડિફોલ્ટસમાં ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છમાસિક દરમિયાન ભારે વૃદ્ધિ જોવાઈ છે.સૂટ-ફાઇન્ડ એકાઉન્ટ પર ટ્રાન્સયુનિયન સિબિલના આંકડાઓ અનુસાર પ્રથમ છમાસિકમાં વીલ ડિફોલ્ટસમાં 37,000 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.આ સાથે જ દેશમાં કુલ વિલફુલ ડીફોલ્ટ્સ 1.5 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યું છે.

સૌથી વધુ વિલફુલ ડીફોલ્ટ્સ નોંધાવનાર આ 8 બેંકોમાં ભારતીય સ્ટેટ બેન્ક,પંજાબ નેશનલ બેન્ક,બેન્ક ઓફ બરોડા,બેન્ક ઓફ ઇન્ડિયા,યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા,ICICI બેન્ક,HDFC બેન્ક અને એક્સિસ બેન્ક સામેલ છે. 30 સપ્ટેમ્બર 2020 સુધી વિલફુલ ડીફોલ્ટ્સના રૂપમાં નોંધાયેલ કુલ લોનનો 75 ટકા બોજો આ 8 બેંકો પર છે.એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન વિલફુલ ડીફોલ્ટ્સમાં 10,000 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

1 એપ્રિલના રોજ અમુક સરકારી બેંકોનું મર્જર કરી દેવામાં આવ્યું હતું. તેને કારણે એંકર બેંકોએ પોતાની સાથે મર્જર થયેલ બેંકોનું વિલફુલ ડીફોલ્ટ્સ પોતાની બેલેન્સશીટ પર દર્શાવી દીધું હતું.પરંતુ તેવું પણ નથી કે ફક્ત એંકર બેંકોના જ વિલફુલ ડીફોલ્ટ્સમાં વધારો થયો છે.સપ્ટેમ્બરમાં પૂર્ણ થતા ક્વાર્ટરમાં SBIનું વિલફુલ ડીફોલ્ટ્સ આશરે 14,000 કરોડ રૂપિયા વધીને 58,475 કરોડ પર પહોંચી ગયું હતું જ્યારે આ દરમિયાન SBI કોઈપણ મર્જર પ્રક્રિયામાં સામેલ થઇ નહોતી.

વિલફુલ ડીફોલ્ટ્સમાં કોરોના વાયરસ અગાઉથી વૃદ્ધિ જોવા મળી રહી હતી.પરંતુ એપ્રિલ બાદ તેમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકારે આઈબીસી કાયદામાં નવા મામલાઓ નોંધવા પર રોક લગાવી દીધી હતી.પ્રથમ વખત આ રોક 6 મહિના માટે 25 સપ્ટેમ્બર સુધી લગાવવામાં આવી હતી. આ રોકને 3 મહિના વધારીને 25 ડિસેમ્બર સુધી કરી દેવાઈ છે.

Share Now