નવીદિલ્હી: હવે તમારે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માટે દિવસ,રાત અથવા સમય શોધવાની જરૂર નથી.આજથી ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફરની આરટીજીએસ સર્વિસ 24 કલાક 365 દિવસ કામ શરૂ કરશે.
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર આજથી આરટીજીએસ સર્વિસ દરેક સમયે હાજર રહેશે. ભારત વિશ્વના પસંદગીના દેશોમાં જોડાશે, જ્યાં આવા મોટા વ્યવહારો 24 કલાક થાય છે. 16 વર્ષ પહેલાં માર્ચ 2004માં ફક્ત 3 બેંકો સાથે આરટીજીએસ સેવા શરૂ કરવામાં આવી હતી અને હવે 237 બેંકો આ સેવા સાથે જોડાયેલી છે. આરટીજીએસ દ્વારા દરરોજ 4 લાખ કરોડ રૂપિયાના 6 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે.
આરટીજીએસ એટલે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ, તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે થાય છે.એનઇએફટી દ્વારા તમે 2 લાખ રૂપિયા સુધી નાણાં ટ્રાન્સફર કરી શકો છો,આરટીજીએસમાં ઓછામાં ઓછા 2 લાખથી વધુ ટ્રાન્સફર થઈ શકે છે,આ માટે કોઈ ઉપરી મર્યાદા નથી.એનઇએફટી કરતાં આરટીજીએસ ખૂબ ઝડપી છે,પૈસા તરત જ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થાય છે,જ્યારે એનઇએફટી ટ્રાન્સફરમાં થોડો સમય લાગે છે.કોઈપણ એકાઉન્ટ ધારક દ્વારા આરટીજીએસ સેવાનો ઉપયોગ કરી શકાય છે.
આરટીજીએસ સર્વિસ ખૂબ અનુકૂળ અને ઝડપી છે,પરંતુ તેના માટે તમારે થોડી કિંમત ચૂકવવી પડશે. દરેક બેંક તેના હિસાબથી તેના પર ચાર્જ વસુલ કરે છે.આ ચાર્જ પૈસા મોકલનાર પર વસૂલવામાં આવે છે,પૈસા પ્રાપ્તકર્તાએ કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીના પૈસા મોકલવા માટે ટ્રાંઝેક્શન દીઠ 30 રૂપિયા ચાર્જ લાગે છે. 5 લાખથી વધુના પૈસા મોકલવા માટે 55 રૂપિયા સુધીની ચાર્જ લેવામાં આવે છે.આ ચાર્જ અલગ પણ હોઈ શકે છે,તમે આ માટે તમારી બેંકનો સંપર્ક કરી શકો છો.