ગોધરા : ગોધરા સ્થિત સેશન્સ અદાલત અને સ્પે.એ.સી.બી. કોર્ટમાં રજુ કરવામાં આવેલ ચાર્જશીટ બાદ ગીરીજાશંકર સાધુ દ્વારા મુકવામાં આવેલ રેગ્યુલર જામીન અરજીને પણ અદાલત દ્વારા ના મંજુર કરવામાં આવતા વહીવટી તંત્રમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
ગોધરા સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ગીરીજાશંકર સાધુ એ પોતાના સત્તાકાળની ફરજો દરમ્યાન પ્રદુષણને નિયંત્રણ કરવાના વહીવટમાં ભ્રષ્ટાચાર ઉભા કરતાં આ પ્રદુષણમાં તેઓ ગોધરા એ.સી.બી.ના હાથે ₹ ૧.૨૦ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.ત્યાર બાદ ગોધરા એ.સી.બી. કચેરીમાં તેઓ સામે લાખ્ખો રૂપીયાની અપ્રમાણસર મિલકતોનો વધુ એક ગુન્હો દાખલ થતા ફરાર થઈ ગયેલા આ વર્ગ -૧ના અધિકારી ગીરીજાશંકર સાધુની એ.સી.બી. દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૦ ના રોજ ભુજ ખાતેથી ધરપકડ કરી હતી.બસ ત્યાર થી જયુડિશ્યલ કસ્ટડી માંથી જામીન મુક્ત થવા માટે સતત પ્રયાસો કરી રહેલા આ ગીરીજાશંકર સાધુ સામે ચાર્જશીટ રજુ થયા બાદ જામીન મળી જશે આ આશાઓ ઉપર પાણી ફેરવી દેતા આપેલા અદાલતના ચુકાદામાં રેગ્યુલર જામીન અરજી પણ ના મંજુર કરવામાં આવ્યા હતા.