આ છે નવું પાકિસ્તાન જ્યાં મોંઘવારીનો દર આસમાને : આદુ ૧૦૦૦નું કિલો : મરચાનો ભાવ ૨૦૦ : ઘઉં કિલોના ૪૦

370

ઇસ્લામાબાદ,તા.૧૬: પાકિસ્તાનમાં શાકભાજીના આવમાં થયેલા વધારાથી પ્રજા ત્રસ્ત છે.તો પ્રધાનમંત્રી ઇમરાન ખાન ખાંડના ભાવમાં ઘટાડાનો દાવો કરી વાહવાહી લુટી રહ્યાં છે. ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો વીડિયો ટ્વીટ કરી જણાવ્યું કે રાવલપિંડીમાં એક કિલો આદુનો ભાવ ૧૦૦૦ રૂપિયા છે.શિમલા મરચાનો ભાવ ૨૦૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે.એક મહિના પહેલા પાકિસ્તાનમાં લોટના ભાવને લઈને હાહાકાર મચ્યો હતો.

બે દિવસ પહેલા ઇમરાન ખાને ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે તેમના દેશમાં ખાંડ ૮૧ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.તેમણે ખુદની પ્રશંસા કરતા કહ્યુ કે,તેમની સરકારની નીતિઓને કારણે પાછલા મહિને ૧૦૨ રૂપિયા કિલો વેચાઈ રહેલી ખાંડની કિંમત હવે ૮૧ રૂપિયા સુધી આવી ગઈ છે.તેમણે કિંમત ઓછી કરવા માટે બનાવવામાં આવેલી પોતાની ટીમની પણ પ્રશંસા કરી હતી.

પાકિસ્તાન આ દિવસોમાં ખાઘ સામગ્રીની કમીનો સામનો કરી રહ્યો છે.જે પાકિસ્તાન પહેલા દુનિયાભરને ડુંગળી નિકાસ કરતુ હતુ.તેણે હવે પોતાના દેશમાં ડુંગળીની કિંમતો ઓછી કરવા માટે તેની આયાત કરવી પડી રહી છે.લોટ અને ખાંડનો ભાવ ઓછો કરવા માટે ઇમરાન ખાન સતત કેબિનેટ અને અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે.

પાકિસ્તાનમાં આ વર્ષે ઘઉંની કિંમતે રેકોર્ડ તોડી દીધો છે.આ ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ૨૪૦૦ રૂપિયા પ્રતિ ૪૦ કિલો એટલે કે ૬૦ રૂપિયા એક કિલો પર પહોંચી ગઈ છે.આ સાથે દેશની સરકારે મોંઘવારી કાબુ કરવા અને ખાઘ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના નિષ્ફળ થવાના ઇશારા મળવા લાગ્યા છે.પાછલા ડિસેમ્બરમાં દેશમાં સ્થિતિ વધુ ખરાબ દેખાવા લાગી છે જયારે ઘઉંની કિંતમ ૨૦૦૦ રૂપિયા પ્રતિ ૪૦ કિલો પર પહોંચી ગઈ હતી.આ વર્ષે ઓકટોબરમાં જ આ રેકોર્ડ તૂટી ગયો હતો.

ઇમરાન ખાન આ દિવસોમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ)ને સંભાળવામાં લાગ્યા છે.વિપક્ષની સરકાર વિરોધી રેલીઓમાં ભેગી થતી ભીડ જોઈ તેમનીં ઉંઘ ઉડી ગઈ છે.તો એકત્રિત થયેલ વિપક્ષ દરેક કિંમત પર ઇમરાન ખાનને સત્ત્।ાથી બહાર કરવામાં લાગેલો છે.તો પાકિસ્તાની સેના પણ ઇમરાન ખાનનો સાથ છોડી ચુકી છે.

Share Now