નવી દિલ્હી : કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા.આવામાં બેરોજગારી ખુબ વધી ગઈ.જો કે સરકારે પણ આવા લોકોની મદદ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે.જેથી કરીને તેમને આર્થિક સહાયતા આપી શકાય.આવી જ એક યોજના બેરોજગારો માટે છે.જે હેઠળ અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા 16 કરોડથી વધુ રકમ અપાઈ છે.
રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, 15 દિવસમાં ફરીથી વધ્યા ભાવ
શરૂ કરી હતી આ યોજના
સરકારે એક અટલ બિમિત કલ્યાણ યોજના શરૂ કરી હતી.લગભગ 36 હજાર લોકોએ આ યોજના હેઠળ અરજી કરેલી છે.હાલ 16 હજાર લોકોને સરકાર 16 કરોડ રૂપિયા વહેંચી ચૂકી છે. 20 હજાર લોકોની અરજીની તપાસ હાલ ચાલુ છે.સંકટના આ સમયમાં અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના બેરોજગારો વચ્ચે ખુબ લોકપ્રિય થઈ છે.
જો તમે પ્રાઈવેટ સેક્ટર (ઓર્ગેનાઈઝ્ડ સેક્ટર)માં નોકરી કરો છો અને તમારી કંપની PF/ESI દર મહિને તમારા વેતનમાંથી કાપતી હોય તો તમને આ યોજનાનો લાભ જરૂર મળશે.પરંતુ લાભ મેળવવા માટે આ યોજનામાં તમારા નામનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે.આ સ્કિમ વિશે જાણો વધુ માહિતી.
31 ડિસેમ્બર અગાઉ જોબ ગુમાવનારા લોકોને લાભ
કર્મચારી રાજ્ય વીમા નિગમ અંગે તમને વધુ માહિતી ESIC ની વેબસાઈટ પરથી મળી શકે છે.હાલમાં જ મોદી સરકારે એમ્પ્લોઈ સ્ટેટ ઈન્શ્યોરન્સ એક્ટ (ESIC Act) હેઠળ ‘અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ ની સમયમર્યાદા 30 જૂન 2021 સુધી વધારવાની જાહેરાત કરી છે.આ સ્કિમ હેઠળ કેન્દ્ર સરકારે પેમેન્ટ પણ નોટિફાય કરી દીધુ છે.આ યોજના હેઠળ પહેલા બેરોજગારોને સેલરીના 24 ટકા ભાગ મળતો હતો પરંતુ હવે આ હિસ્સો 50 ટકા કરી દેવાયો છે.પહેલા આ યોજના હેઠળ નોકરી જતી રહે ત્યારબાદ 90 દિવસની અંદર અરજી કરવી પડતી હતી જે હવે ઘટાડીને 30 દિવસ કરી દેવાઈ છે.આ છૂટ 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે જે 30 જૂન 2021 સુધી ચાલશે.ધ્યાન રાખજો કે જો તમારી નોકરી કોઈ ખોટા વ્યવહાર, અંગત કારણ કે પછી કોઈ કાયદાકીય કાર્યવાહીના કારણે ગઈ હશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં.
સ્કીમની શરતો
ESIC સ્કિમનો લાભ ઉઠાવવા માટે તમારે બેરોજગાર હોવું જરૂરી છે તો જ તમે આ ભથ્થા માટે ક્લેમ કરી શકો છો.બિમિત વ્યક્તિ માટે એક શરત એ પણ હશે કે બેરોજગારી અગાઉ ઓછામાં ઓછા 2 વર્ષ સુધી રોજગારી ચાલુ હોવી જોઈએ.આ સાથે જ આ સંબંધમાં યોગદાન એમ્પલોયર દ્વારા ચૂકવવું જોઈએ અથવા અપાતું હોવું જોઈએ.
નોકરી જવાના 30 દિવસથી લઈને 90 દિવસ વચ્ચે ક્લેમ કરવો જરૂરી રહેશે.ક્લેમ ઓનલાઈન સબમિટ કરવો પડશે.ત્યારબાદ બિમિત વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં ક્લેમની રકમ પેમેન્ટ કરી દેવાશે.ક્લેમ વેરિફાય થયાના 15 દિવસની અંદર આ પેમેન્ટ કરવામાં આવશે.