બિટકોઇને તોડ્યા તમામ રેકોર્ડ, ભાવ થયો ઓલટાઇમ હાઇ.

302

લંડનઃ બિટકોઇને બુધવારે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા,આ ક્રિપ્ટોકરન્સીની કિંમત બુધવારે પ્રથમવાર 20,000 ડોલરને વટાવી ગઇ.ક્રિપ્ટોકરન્સી 4.5 ટકા ઉછળીને 20,440 ડોલરે પહોંચી ગઇ.આમ ચાલુ વર્ષે બિટકોઇનમાં 170 ટકાની તેજી આવી છે.મોટો નફો મેળવવા રોકાણકારો બિટકોઇન તરફ ફંટાઇ રહ્યા છે તેના કારણે તેના ભાવ ઝડપથી ઉછળ્યા છે.

સોનાની કિંમતમાં આવેલ ઘટાડા માટે રોકાણકારોમાં ક્રિપ્ટોકરન્સી પ્રત્યે વધી રહેલુ આકર્ષણ જવાબદાર હોવાનું મનાય છે.સોનાની કિંમતોમાં પાછલા કેટલાંક મહિનાથી ઘટાડો થઇ રહ્યો છે.ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયા પ્રતિ10 ગ્રામની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયુ હતુ પરંતુ ત્યારબાદ તેના ભાવમાં 7000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. અમેરિકન બેન્ક જેપી મોર્ગન કેસ એન્ડ કું.ના મતે મેનસ્ટ્રીમ ફાઇનાન્સમાં ક્રિપ્ટોકરન્સીની તેજી સોનાના ભાવમાં ઘટાડાને આભારી છે.

બેન્કના સ્ટ્રેટેજિસ્ટ્સનું કહેવુ છે કે ઓક્ટોબરમાં બિટકોઇન ફાઇનાન્સમાં ઘણું મૂડીરોકાણ આવ્યુ છ.જ્યારે રોકાણકારોએ સોનાથી અંતર જાળવ્યુ છે.આગામી લાંબા સમય સુધી તેમાં તેજીનો ટ્રેડ રહેવાની સંભાવના છે કારણ કે મોટાભાગના સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટોકરન્સી તરફ ફંટાયા છે.એસેટ્સ ક્લાસ તરીકે ડિજિટલ કરન્સીની લોકપ્રિયતા સતત વધી રહી છે.

લિસ્ટેડ સિક્યોરીટી ફર્મ The Grayscale Bitcoin Trustના મતે ઓક્ટોબરથી બિટકોઇનમાં લગભગ 2 અબજ ડોલરનું રોકાણ આવ્યુ છે જ્યારે ગોલ્ડ એક્સચેન્જ ફંડ્સમાંથી 7 અબજ ડોલર પાછા ખેંચવામાં આવ્યા છે. જેપી મોર્ગનના મતે ફેમિલિ ઓફિસ એસેટ્સમાં બિટકોઇનની હિસ્સેદારી માત્ર 0.18 ટકા છે જ્યારે ગોલ્ડ ઇટીએફનો હિસ્સો 3.3 ટકા છે.જો ટ્રેન્ડ ગોલ્ડમાંથી બિટકોઇન તરફ ફંટાશે તો અબજો ડોલરનું કેશ ટ્રાન્સફર થશે.

Share Now