ઉત્તરપ્રદેશના હાથરસમાં નેતાની ફેક્ટરીમાં ગધેડાની લાદમાંથી મસાલાનું ઉત્પાદન

255

– લાલ મરચું, ધાણા પાવડર, હળદર વગેરેનો 300 કિલો જથ્થો જપ્ત

હાથરસ : ઉત્તરપ્રદેશના હાથરસમાં પોલીસે નકલી મસાલા બનાવતી ફેકટરી પકડી પાડી છે.આ ફેક્ટરીમાં ગધેડાની લાદ,એસિડ અને ભૂસામાં રંગ ભેળવીને મસાલો તૈયાર કરવામાં આવતો હતો.નવીપુર વિસ્તારમાં ચાલી રહેલી આ ફેક્ટરીના માલિક અનૂપ વાર્ષ્ણેયની ધરપકડ કરવામાં આવી છે.અનુપ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2002માં બનાવેલાં સંગઠન હિંદૂ યુવા વાહિની મંડળના સહપ્રભારી છે.

અધિકારીઓના કહેવા અનુસાર જે લોકેશન પર અનૂપ ફેકટરી ચલાવી રહ્યો હતો તેની મંજૂરી લીધી નહતી અને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહતું.અનૂપે લાયસન્સ લેવાની કોશિશ કરી હતી પરંતુ સરકારે શરતો પૂર્ણ ન કરવાને પગલે લાયસન્સ ઈશ્યૂ કર્યું નહતું.જોઈન્ટ મેજીસ્ટ્રેટ પ્રેમ પ્રકાશ મીનાએ કહ્યું કે ફેક્ટરીથી 300 કિલો નકલી મસાલો જપ્ત કરવામાં આવ્યો છે.આ મસાલાના પેકેટ્સ પર લોકલ બ્રાન્ડનું નામ લખેલું હતું.તપાસ ટીમના દરોડા દરમિયાન કેટલોક એવો સામાન મળ્યો છે જેનાથી મસાલો તૈયાર કરવામાં આવતો હતો.મસાલામાં ગધેડાની લાદ,એસિડ અને ભૂસા તથા હાનિકારક રંગોનો ઉપયોગ કરવામાં હતો.ઘટના સ્થળથી કેટલાક ડ્રમ એસિડથી ભરેલાં મળી આવ્યા છે.

અધિકારીઓના કહેવા અનુસાર જે ભેળસેળયુક્ત મસાલો મળ્યો છે,એમાં ધાણા પાઉડર,લાલ મરચાનો પાઉડર,હળદર અને ગરમ મસાલા છે.તપાસ ટીમે તમામ મસાલા જપ્તા કરી અને તેના 27 સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરી મોકલ્યા છે.રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી સંચાલક વિરુદ્ધ ખાદ્ય સુરક્ષા અને માપદંડ કાનૂન 2006 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પોલીસના કહેવા અનુસાર ફેક્ટરી માલિક અનૂપ વાર્ષ્ણેયને સીઆરપીસીની કલમ 151 હેઠળ પકડી લેવામાં આવ્યો છે.અનૂપને પોલીસે જ્યુડિશિલય કસ્ટડીમાં ધકેલી દીધો છે.અધિકારીઓના કહેવા અનુસાર જે લોકેશન પર અનૂપ ફેકટરી ચલાવી રહ્યો હતો તેની મંજૂરી લીધી નહતી અને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહતું.અનૂપે લાયસન્સ લેવાની કોશિશ કરી હતી પરંતુ સરકારે શરતો પૂર્ણ ન કરવાને પગલે લાયસન્સ ઈશ્યૂ કર્યું નહતું.

Share Now