ગુજરાતનાં ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હોય હવે ગુજરાત ભાજપ કામે લાગ્યું, CR પાટીલે કોંગ્રેસ પર કર્યાં આકરાં પ્રહાર

345

દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનને પગલે હવે ગુજરાત ભાજપ પણ એક્ટિવ થઈ ગયું છે.ગુજરાતનાં ખેડૂતોમાં વિરોધનો વંટોળ ન ઉઠે તે માટે ગુજરાત બીજેપી હવે ખેડૂતોને મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.કૃષિ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુજરાત ભાજપ હવે ખેડૂતોને રીઝવવા કામે લાગ્યું છે.આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે બારડોલી ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું.જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ કૃષિ બિલનું સમર્થન કરી વિપક્ષ પર પ્રહારો કર્યાં હતા.

સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે ભાજપ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું.દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતાં હવે રાજ્યમાં ભાજપ સરકાર ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓ અને બિલનાં સમર્થન અંગે સંમેલનોનું આયોજન કરનાર છે.ત્યારે આજે બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે સુરત,તાપી,ભરૂચ, નર્મદા જિલ્લાનાં ખેડૂતોનું સંમેલનનું આયોજન કરાયું હતું.પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું હતું.જેમાં ખેડૂતોનાં આંદોલનને વિપક્ષનું કાવતરું ગણાવી સીઆર પાટીલે બિલનું સમર્થન કર્યું હતું.

બારડોલી ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં કેંદ્ર સરકાર દ્વારા ખેડૂતોનાં હિતમાં લીધેલાં નિર્ણયો તેમજ વિવિધ યોજનાઓની પણ સીઆર પાટીલે છણાવટ કરી હતી. તેમજ ભૂતકાળની સરકારોએ ખેડૂતોને ગુલામી તરફ ધકેલ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.સાથે જ સીઆર પાટીલે પોતાના સંબોધનમાં રાજ્યની રાજનીતિ સાથે લાલુ પ્રસાદ યાદવ અને દિલ્હીના સીએમ કેજરીવાલ ઉપર પણ નિશાન સાધ્યું હતું.

આખા સંમેલનમાં કૃષિ બિલના બહાને ભોળાં ખેડુતોને ભરમાવવા કોંગ્રેસ નીકળી હોવાનો આરોપ લગાવ્યો હતો.કૃષિ બિલની સાચી હકીકત ખેડૂતો સુધી પહોંચાડવા સંમેલનનું આયોજન કરાયાનો મત વ્યક્ત કરાયો હતો.જેમાં ભાજપ દ્વારા ખેડૂતલક્ષી કામો અને બિલનાં ફાયદા અંગે ઉપસ્થિત ખેડૂતોને પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.બારડોલી ખાતેનાં ખેડૂત સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સાથે ઈશ્વર પરમાર સહીત બંને કેબિનેટ મંત્રી,જિલ્લાનાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share Now