નવી દિલ્હી, તા. ૧૭ : ફ્રીડમ અફ સ્પીચ એન્ડ એકસપ્રેશન અંગે સુપ્રીમ કોર્ટે બહુ મોટી કોમેન્ટ કરી છે.કોર્ટે કહ્યું કે વર્તમાન સમયમાં વાણી સ્વાતંત્ર્યના અધિકારનો સૌથી વધારે દુરૂપયોગ થઇ રહ્યો છે.કોર્ટે તબ્લીગી જમાતના મીડિયા રીપોર્ટીંગના કેસની સુનાવણી દરમ્યાન ઉપરોકત વાત કરી હતી.
સુપ્રીમ કોર્ટે તબ્લીગી કેસમાં મોટીવેટેડ મીડીયા રીપોર્ટીંગના સોલીસીટર જનરલ તુષાર મહેતાને કહ્યુંુ કે આ કેસમાં તમે કોર્ટને જે અધિકાર દ્વારા સોગંદનામું રજુ કરી દીધું છે.તેમાં ટાળંટોળવાળા જવાબ છે અને તબલીગી જમાતની ઘટના દરમિયાન ખરાબ રિપોર્ટીંગ અંગેની કોઇ માહિતી નથી. કોર્ટે સોલીસીટર જનરલને પુછયું કે તમે કેવી રીતે કહી શકો કે કોઇ ખરાબ રીપોર્ટીંગ નથી થયું.
આ કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રીમમાં પહેલા જે એફીડેવીટ આપી હતી એમાં કહેવાયું હતું કે જમાતના મુદ્દા પર મીડીયાને રિપોર્ટીંગ કરતા ન રોકી શકીએ કેન્દ્રએ પ્રેસની સ્વતંત્રતાનો હવાલો આપ્યો હતો.