નવી દિલ્હી,તા. 17 : ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં લવજેહાદ અંગે કાનૂનનો અમલ થયો છે અને તેમાં આંતરધર્મ લગ્નમાં યુગલમાંથી કોઇપણ વ્યક્તિ ફક્ત લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરે તેને અસ્વીકાર્ય ગણી લેવામાં આવ્યું છે તેને હવે સુપ્રિમ કોર્ટે પણ આડકતરી રીતે કાનૂની મહોર મારી દીધી છે.અલ્હાબાદ હાઈકોર્ટના એક ચૂકાદાને યોગ્ય રાખતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત લગ્ન માટે ધર્માંતરણને મંજુરી આપી શકાય નહીં.ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશે જે લવજેહાદનો કાયદો ઘડયો છે તેમાં આ મુખ્ય મુદો છે કે ખાસ કરીને લઘુમતી યુવકો હિન્દુ યુવતીને લલચાવી-ફોસલાવી અને જે રીતે લગ્ન કરીને તેને ધર્માંતરની ફરજ પાડે છે અને બાદમાં અનેક કિસ્સાઓમાં તરછોડી દેવાની પણ જે ઘટનાઓ બને છે તેને રોકવા માટે લવજેહાદ સામેનો કાયદો બનાવાયો હતો.અલ્હાબાદ હાઈકોર્ટમાં લગ્ન માટે ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકતા કાયદાને પડકારવામાં આવ્યો હતો અને જણાવાવમાં આવ્યું હતું કે અદાલત તે સંવિધાનમાં જે મૌલિક અધિકારો આપવામા્ આવ્યા છે તેનું રક્ષણ કરે તે જરુરી છે.સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાયેલી રીટમાં જણાવાયું હતું કે લગ્નના ઉદેશ્યથી ધર્મ પરિવર્તનને અસ્વીકાર્ય ગણ્યું છે.પરંતુ સુપ્રિમ કોર્ટે આ દલીલ નકારતા કહ્યું કે કોઇપણ વ્યક્તિ ફક્ત સાંસારીક લાભ કે ફાયદા માટે કોઇ ધર્મ અપનાવે તો તે ધાર્મિક કટ્ટરતા જ હશે અને તેને માન્ય રાખી શકાય નહીં.