NDA સરકારમાં થયા છે 3 ગણા લોનરાઇટ ઓફ ,ભ્રષ્ટાચારને લઈને RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

266

ગોટાળા,બૅન્ક કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દે યુપીએ સરકાર પર માછલાં ધોનારી એનડીએ સરકારના શાસનમાં ત્રણગણી વધુ લોન માંડી વાળવી પડી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

એક આરટીઆઇ અરજી દ્વારા આ ચોંકાવનારી વિગત બહાર આવી હતી.એનો સાર એટલો હતો કે ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચેના સમયગાળામાં મનમોહન સિંહની સરકારના શાસનમાં જેટલી લોન રાઇટ ઑફ કરવી પડી હતી એેના કરતાં ત્રણગણી લોન નરેન્દ્ર મોદીનાં પહેલાં પાંચ વર્ષમાં રાઇટ ઑફ કરવી પડી હતી.

મનમોહન સિંહની સરકાર હતી ત્યારે બૅન્કોએ ૨,૨૦,૩૨૮ કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી.આવું મનમોહન સિંહની સરકારનાં દસ વર્ષ દરમિયાન થયું હતું.બીજી બાજુ એનડીએનાં ફક્ત પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે ૭,૯૪,૩૫૪ કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી.

પૂણે (મહારાષ્ટ્ર)ના એક વેપારી પ્રફુલ્લ સારડાએ એક આરટીઆઇ દ્વારા આ માહિતી મેળવી હતી.મોદી સરકારના શાસનમાં સરકારી બેંકો ઉપરાંત પ્રાઇવેટ બેંકો અને વિદેશી બેંકોની લોન રાઇટ ઑફ કરવાની પણ પરિસ્થિતિ સર્જાઇ હતી.જેમને પોતાની લોન રાઇટ ઑફ કરવી પડી એવી જાહેર ક્ષેત્રની બે ડઝન,પ્રાઇવેટ સેક્ટરની ત્રણ ડઝન, નવ શેડ્યુલ્ડ કમર્શિયલ બેંક અને ચાર વિદેશી બેંકોનો સમાવેશ થયો હતો.

કોંગ્રેસના દસ વર્ષના શાસન દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોની 1,58, 994 કરોડ, ખાનગી બેંકોની 41,391 કરોડની લોન રાઇટ ઑફ કરવી પડી હતી.એની સામે મોદી સરકારના પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની 6,24,370 કરોડની,ખાનગી બેંકોની 1,51, 989 કરોડની અને વિદેશી બેંકોની 17,995 કરોડની લોન રાઇટ ઑફ કરવાની ફરજ પડી હતી.આમ યુપીએ સરકાર કરતાં એનડીએ સરકારમાં વધુ લોન રાઇટ ઑફ કરવી પડી હતી.

Share Now