– કોવિદ -19 સંજોગોમાં સ્ટુડન્ટ્સની દુર્દશા : ગુજરાત સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં સૂઓ મોટો જાહેર હિતની અરજી દાખલ : 85 ટકા જેટલા બાળકો મઘ્યાન્હ ભોજનથી વંચિત : 30 ટકા જેટલા બાળકો શિક્ષણથી વંચિત : 54 ટકા જેટલા વાલીઓને લોકડાઉન સમયમાં પણ ફી ભરવા મજબુર કરાયા હતા : વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા સર્વેના આધારે નામદાર કોર્ટએ શિક્ષણ ડિપાર્ટમેન્ટ તથા મધ્યાન્હ ભોજન કમિશનરને નોટિસ પાઠવી
અમદાવાદ : ગુજરાત સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં સૂઓ મોટો જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા સર્વેના આધારે દાખલ કરાયેલી આ અરજીમાં દર્શાવાયેલા મુદ્દાઓ મુજબ કોવિદ – 19 સંજોગોમાં સ્ટુડન્ટ્સની દુર્દશા થઇ છે.જે મુજબ માર્ચ માસથી અત્યાર સુધીમાં 85 ટકા જેટલા બાળકો મઘ્યાન્હ ભોજનથી વંચિત રહ્યા છે.54 ટકા જેટલા વાલીઓને લોકડાઉન સમયમાં પણ ફી ભરવા મજબુર કરાયા હતા.40 ટકા જેટલા વાલીઓને ફી માં રાહત અંગે માહિતી નહોતી.જે પૈકી 50 ટકા જેટલા વાલીઓ માટે લોકડાઉન સમયમાં ફી ભરવી મુશ્કેલ હતી.
અમુક વાલીઓ ફી ભરી નહીં શકતા સ્કૂલ બદલવા મજબુર થયા હતા.
54 ટકા જેટલા વાલીઓના બાળકો જ ટેલિવિઝન કે કેબલના માધ્યમથી અભ્યાસ કરી શક્યા હતા.જે પૈકી માત્ર 2 ટકા જેટલા પરિવારો જ વાઇફાઇ સુવિધા ધરાવતા હતા.તથા માત્ર 12 ટકા જેટલા જ પરિવારો ઈમેલની સુવિધા ધરાવતા હતા.નામદાર કોર્ટએ સુઓમોટો જાહેર હિતની અરજીના અનુસંધાને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તથા મધ્યાન્હ ભોજન કમિશનરને નોટિસ પાઠવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.