નવી દિલ્હી : પંજાબ-હરિયાણા અને દિલ્હીમાં શરૂ થયેલા ખેડૂત આંદોલનથી અર્થતંત્રને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે અને આ આંદોલન ક્યારે સમાપ્ત થશે તે હજી સુધી નક્કી થયુ છે.દિલ્હીની લગભગ દરેક બોર્ડર પર છેલ્લા 26 દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોના આંદોલનની વેપાર-ઉદ્યોગ-ધંધા પર પ્રતિકુળ અસર દેખાવા લાગી છે.પ્રાથમિક અંદાજ મુજબ દિલ્હી,હરિયાણા,રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશના ક્ષેત્રોમાં ખેડૂતો આંદોલનથી અત્યાર સુધીમાં વેપાર-ધંધાને 14 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.
આ અંદાજ નાના વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (Confederation off All India Traders) દ્વારા વ્યક્ત કરાયો છે.નુકસાનના આંકડાને જોતા સંગઠને કિસાન નેતાઓ અને કેન્દ્ર સરકારની મંત્રણા દ્વારા આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા આગ્રહ કર્યો છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય પ્રમુખ બી.સી. ભરતીયાનું કહેવું છે કે ખેડૂત આંદોલનને કારણે આશરે 20 ટકા ટ્રક દેશના અન્ય રાજ્યોથી માલ દિલ્હી નથી લાવી શકતા.આને કારણે દિલ્હીથી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતા માલ પર પણ વિપરીત અસર થઈ રહી છે.
દરરોજ લગભગ 50 હજાર ટ્રકો દેશના વિવિધ રાજ્યોમાંથી માલ લાવે છે.જોકે ખેડૂત આંદોલનને કારણે ટ્રકોની અવરજવરને અસર થઈ છે,પરંતુ જરૂરી ચીજવસ્તુઓ સહિત દિલ્હીમાં કોઈ વિલંબ થયો નથી.
દિલ્હી ન તો ઔદ્યોગિક રાજ્ય છે કે ન તો કૃષિ રાજ્ય. પરંતુ દેશનું સૌથી મોટું વિતરણ કેન્દ્ર હોવાથી ઘણા રાજ્યોમાંથી માલ આવે છે અને તે રાજ્યોમાં અહીંથી માલ મોકલવામાં આવે છે.દિલ્હીના અન્ય રાજ્યોના એફએમસીજી પ્રોજડક્ટ્સ, દૈનિક ઉપયોગનો માલ, અનાજ, ફળો અને શાકભાજી, કરિયાણું, ડ્રાયફ્રૂટ, ઇલેક્ટ્રોનિક્સ માલ, ઇલેક્ટ્રિકલ ગુડ્સ, દવાઓ, મકાનનો માલ, લોખંડ – સ્ટીલ, કાપડ, મશીનરી, ઇમારતો હાર્ડવેર, લાકડા અને પ્લાયવુડ, તૈયાર વસ્ત્રો વગેરે દરરોજ મોટી સંખ્યામાં આવે છે.આવી જ રીતે ઘણો માલ દિલ્હીની બહાર પણ મોકલવામાં આવે છે.