હોટલોએ ઘટાડયા ભાવ, બુકીંગ પર આકર્ષક સવલતો

295

મુંબઇ, તા.૨૨: કેટલાક અભ્યાસોથી જાણવા મળે છે કે ૭૦ ટકા ભારતીય પ્રવાસીઓ રજાની યોજના બનાવતી વખતે પૈસા અંગે વધારે સતર્ક રહેશે.એટલે હોટલો ભાડામાં છૂટ,મફત સલૂન અને સ્પા,મનોરંજન માટે આકર્ષક સુવિધાઓ આપી રહી છે,જે ગ્રાહકોને બુકિંગ કરાવવા માટે લોભાવી શકે.બુકીંગ ડોટ કોમ દ્વારા કરાયેલ અભ્યાસ ‘પ્રવાસનું ભાવિ’માં જોવા મળ્યું કે સર્વેમાં સામેલ ૬૪ ટકા લોકો ખાસ પ્રોત્સાહન,છૂટછાટવાળું ભાડુ અને આકર્ષક પેકેજ શોધી રહ્યા હતા.તેના પરિણામ સ્વરૂપે ધંધાર્થી યાત્રીઓ પર પોતાની નિર્ભરતાના કારણે મોટુ નુકશાન સહન કરનારી મોટી લકઝરી હોટલ શ્રૃંખલાઓ પણ મહામારીના કારણે થયેલ નુકશાનની ભરપાઇ માટે કોઇ પણ દાવ ખેલવા તૈયાર છે.આ મહીનાની શરૂઆતમાં આઇટીસીએ ૧૦૦ ટકા પરતની શરૂઆત કરી હતી જેના હેઠળ ગેસ્ટ હોટલે ક્રેડીટના રૂપમાં સંપૂર્ણ રકમ પાછી મેળવી શકતા હતા જેનો ખાણી-પીણી,સ્પા વગેરે સુવિધાઓમાં વાપરી શકાતી હતી.

આ પેરવી ૧૦ થી વધારે શહેરોમાં ૧૫ આઇટીસી હોટલો અને વેલકમ હોટલોમાં ઉપલબ્ધ છે અને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી માન્ય છે.ઇન્ડીયન હોટલ કંપનીની તાજ, વિવાંતા અને જીંજર જેવી બ્રાંડમાં આવનારા લોકો ઉચ્ચ શ્રેણીનો લાભ, મફત નાસ્તો,એકવારનું ભોજન,હોટલ ક્રેડીટ અને સ્પા તથા સલૂન પર ૨૦ ટકાની છૂટનો લાભ મેળવી શકે છે.ઓબેરોય હોટલ્સ એન્ડ રીસોર્ટસ ગેસ્ટ મુંબઇ,બેંગ્લોર,ગુડગાંવ,નવી દિલ્હી અને કોલકાતા ખાતેની તેની હોટલોમાં ૫૦ ટકા ભાગ પર બીજી રાત વીતાવી શકે છે.કોલકતાની હોટલમાં ગ્રાહકો પહેલાના ૬૫૦૦ રૂપિયાના ભાડા સામે ૪૮૭૫ રૂપિયાના ભાવે એક રાત માટે ડીલક્ષ રૂમ બુક કરાવી શકે છે અને પહેલા દિવસના ઘટાડેલા ભાડાથી અર્ધી કિંમતે બીજી રાત વીતાવી શકે છે.

Share Now