બ્રિટેનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળ્યા બાદ દુનિયાભરમાં દહેશતનો માહોલ છે અને તેને જોતા ભારત સરકારે 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ પર રોક લગાવી દીધી છે.આ વચ્ચે લંડનથી ભારત આવેલા 7 યાત્રીઓ કોરોના પોઝિટિવ મળી આવતા લોકોમાં ભયનો માહોલ છે.લોકોમાં ભય છે કે આ લોકો બ્રિટનના નવા સ્ટ્રેનથી સંક્રમિત છે કે કેમ.
કોરોના વાયરસના નવ સ્ટ્રેનના ભય વચ્ચે સોમવારે મોડી રાત્રે 266 યાત્રીઓ અને ક્રૂ મેંબર્સને લઈને એક ફ્લાઈટ લંડનથી દિલ્હી પહોંચી હતી.આ ફ્લાઈટના 5 યાત્રીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.અધિકારીઓના જણાવ્યાનુસાર તેમના સેમ્પલ વધુ તપાસ માટે નેશનલ સેંટર પર ડિસીસ કંટ્રોલને મોકલવામાં આવ્યા છે. જેના પરથી જાણી શકાય કે આ પાંચ યાત્રીઓને નવો કોરોના વાયરસ છે કે કેમ.