IT ટિરર્ન ફાઇલ કરવાની માથાકુટ હવે દૂર થશે : ઇન્‍કમટેક્ષ વિભાગ દ્વારા ઝડપી પ્રોસેસિંગ સેવાનો પ્રારંભ

399

નવી દિલ્લી : જો તમે હજુ સુધી તમારો ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યો હવે વધારે મોડું ના કરતા.ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની માથાકૂટ હવે દૂર થઈ જશે.હવે તમે ચમટી વગાડતાની સાથે જ તમારું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો.ઈનકમ ટેક્સ વિભાગે ઝડપભેર સરળતાથી ITR File માટે ઝડપટ પ્રોસેસિંગ સેવા શરૂ કરી છે.હવે થોડીક જ મિનિટોમાં તમારું આ મુશ્કેલ કામ એકદમ આસાનીથી થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઈનકમ ટેક્સ વિભાગે ITR-1 અને 4 ની ઝડપી પ્રોસેસિંગ સેવાઓ શરૂ કરી છે.જેની મદદથી તમે AY 2020-21 નું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. ઈનકમ ટેક્સ વિભાગે જે જણાવ્યું છેકે, 20 ડિસેમ્બર સુધી અંદાજે 3.69 કરોડ લોકો પોતાનો ઈનકમ ટેક્સ રિટર્ન ( AY 2020-21) ફાઈલ કરી ચુક્યા છે.

31 ડિસેમ્બર છે છેલ્લી તારીખ

તમને જણાવી દઈએ કે, આ વર્ષે કોરોના વાયરસની મહામારી અને તેના લીધે અપાયેલાં લોકડાઉનના કારણે ઈનકમ ટેક્સ વિભાગે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખને ઘણી વાર બદલીને પાછી ઠેલી છે.સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તમે તમારાં FY 2019-20 માટે ITR 31 ડિસેમ્બર સુધી ભરી શકો છો.

ટેક્સમાં રાહત

હાલમાં જ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતુંકે,ડાયરેક્ટ ટેક્સ એસેસમેન્ટની ડેડલાઈન વધારી દેવામાં આવી છે.હવે તેને સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે.સાથે જ એમણે જણાવ્યું હતુંકે, TDS,TCS ના દરોમાં પણ 25% ઘટાડો કરવામાં આવ્યો છે.જેનાથી TDS અને TCS ભરનારાઓને 50 હજાર કરોડની રાહત થશે.ખાસ કરીને નોન સેલેરાઈઝ એટલેકે, બિન પગારદાર લોકોને મોટી રાહત મળશે.એટલેકે,આનાથી પ્રોફેશનલને તુરંત રિફંડ આપવામાં આવશે.

Share Now