સુરતના ચકચારી PSI અમિતા જોષી આત્મહત્યા પ્રકરણમાં પતિ સહિત સસરિયાઓની કરી ધરપકડ કરવામાં આવી છે,સુરત માં પીએસઆઈ અમીતા જોશી આત્મહત્યા પ્રકરણમાં પોલીસે પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
મહિલા PSI અમિતા જોષીના આત્મહત્યા કેસમાં મિલકત માટે સાસરિયાઓ દ્વારા માનસીક ત્રાસ અને મહિલા PSIના પતિના પણ અનૈતિક સંબંધો વગરે બાબતો ના પુરાવા મળતા પોલીસે આગળ કાર્યવાહી શરૂ કરી છે.મહિલા PSI અમિતા જોષીને સાસરિયાઓ મકાન પતિ વૈભવના નામે કરવા વારંવાર દબાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.સાસરિયાઓ મૃતક મહિલા PSI અમિતા જોષી પાસેથી પગારનો વારંવાર હિસાબ માગતા હતા.મૃતક મહિલા PSIના પતિના અનૈતિક સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.જેમાં અનૈતિક સંબંધ હતા તે મહિલાની પણ પૂછપરછ શરૂ કરાઇ છે.