ભિવંડીમાંથી 1.13 કરોડ રૂપિયાનુ ડ્રગ્સ પકડાયું

272

મુંબઇ,તા. 22 ડિસેમ્બર : ભિવંડીમાં થાણે ગ્રામિણ પોલીસની ક્રાઇમબ્રાન્ચે ૧.૧૩ કરોડ રૃપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ.આ ડ્રગ્સમાં બ્રાઉન સુગર અને એમડી પાવડરનો સમાવેશ થાય છે.

આ સંદર્ભે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર થાણે ગ્રામિણ પોલીસની ક્રાઇમબ્રાન્ચે આજે ભિવંડી – પીસે રોડ પરના સાવદ ખાતેથી જાહિદ શેખ (૩૦) અને ઇશ્વર મિશ્રા (૩૯) નામના બે જણની અટક કરી તેમના પાસેથી ૧.૧૩ કરોડ રૃપિયાનુ ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ જેમા બ્રાઉન સુગર અને એમડી પાવડરનો સમાવેશ થાય છે.

ક્રાઇમબ્રાન્ચની ટીમે ગણેશપુરી -મુરબાડ સહિત આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ગુપ્ત માહિતીને આધારે બન્ને આરોપીની ઝડપી લીધા હતા.આ સંદર્ભે ક્રાઇમબ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.

Share Now