ઇઝરાયેલના સહકારથી DRDOએ બનાવી મિસાઇલ, MRSAM Missile ધરતીથી હવામાં છોડી શકાશે

272

– આંખના પલકારામાં ટાર્ગેટને હિટ કરશે

નવી દિલ્હી તા.24 : DRDOએ ઇઝરાયેલના સહકારથી MRSAM Missile બનાવી છે જેની ટ્રાયલ બુધવારે સફળતાથી કરવામાં આવી હતી.આ મિસાઇલ 70 કિલોમીટરના વ્યાપમાં આવતા કોઇ પણ ટાર્ગેટને હિટ કરી શકે છે.

આવા ટાર્ગેટમાં મિસાઇલ,ફાઇટર વિમાન,ડ્રોન,હેલિકોપ્ટર,નિરીક્ષક વિમાન વગેરેને હિટ કરી શકે એવી ક્ષમતા આ મિસાઇલની છે.ડીઆરડીઓએ ઇઝરાયેલ એરોસ્પેશ ઇન્ડસ્ટ્રીઝ સાથે સહકાર કરીને આ મિસાઇલ બનાવી હતી

બુધવારે પરોઢિયે 3.52 વાગ્યે ઓરિસાના ચાંદીપુરના એલસી-થ્રી પરથી આ મિસાઇલની પરીક્ષા કરવામાં આવી હતી.આ મિસાઇલ પોતાની ધરી પર 360 ડિગ્રી ફરીને એક સાથે એક કરતાં વધુ ટાર્ગેટ પર ત્રાટકી શકે છે.આંખના પલકારામાં એ પોતાના ટાર્ગેટને ઠાર કરી શકે છે.

આ મિસાઇલનો ટેસ્ટ કરવા પહેલાં એક માનવ રહિત યાન બંસીને હવામાં ઊડાડવામાં આવ્યું હતું.એને MRSAM Missileએ ટક્કર મારી હતી. MRSAM Missileનું સર્જન ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વાર કરવામાં આવ્યું હતું.એકવાર ભારતીય લશ્કર સાથે આ મિસાઇલ જોડાયા પછી એ લશ્કરની મારકક્ષણતા વધારશે એવી જાણકારી આપવામાં આવી હતી.

એક લશ્કરી પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ ટેસ્ટ કરવા પહેલાં બાલાસોર જિલ્લા વહીવટી તંત્રની મદદથી 8,000 લોકોને કામચલાઉ ધોરણેં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Share Now