પ્રોપરાયટરી, એલએલપી, પાર્ટનરશીપ કંપની પાસેથી અધધ ટેકસ વસૂલાશે, નાણામંત્રીએ આપ્યા આ સંકેતો

291

પ્રોપરાઈટરી કંપની,લિમિટેડ લાયેબલિટી કંપની અને પાર્ટરનશીપ કંપની પાસેથી પણ કોર્પોરેટ્સ પાસેથી લેવામાં આવતા ૨૫ ટકાના દર પ્રમાણેનો આવકવેરો લેવાની માગણી આજે નાણાં મંત્રી નિર્મલા સીતારામન સાથે આજે વેપાર ઉદ્યોગના યોજાયેલા વેબિનારમાં માગણી કરવામાં આવી હતી.આ સાથે જ કોરોના કેર માટે કરવામાં આવેલા ખર્ચને કલમ ૩૭ એડી હેઠળ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પેટે કરેલા ખર્ચ તરીકે માન્ય કરવાની માગણી પણ કરવામાં આવી છે.ગુજરાતના જુદાં જુદાં વેપાર ઉદ્યોગના એકમોએ આ વેબીનારમાં ભાગ લીધો હતો.

નાણાં મંત્રી નિર્મલા સીતારામન સાથે આજે વેપાર ઉદ્યોગના યોજાયેલા વેબિનારમાં માગણી કરવામાં આવી

બીજી તરફ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના આદેશને પરિણામે વેપાર ઉદ્યોગોએ જે કરન્ટ એકાઉન્ટમાંથી ઓવર ડ્રાફ્ટ લીધો હોય તે ખાતા સિવાયના કરન્ટ એકાઉન્ટ બંધ કરાવી દેવાના નિયમને પાછો ખેંચવાની માગણી પણ આજે દોહરાવવામાં આવી હતી.
નિયમને પાછો ખેંચવાની માગણી પણ આજે દોહરાવવામાં આવી

વેપાર ઉદ્યોગમાં ઘણીવાર ૯૦ દિવસના ટૂંકા ગાળા માટે પણ ઓવરડ્રાફ્ટ લેવો પડતો હોય છે.આ સંજોગોમાં અન્ય ખાતાઓ બંધ કરી દેવાની જોગવાઈને કારમે તેમની હાલાકીમાં વધારો થઈ શકે છે.વેપાર ઉદ્યોગની લાંબા ટૂંકા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાની માગણી કરવામાં આવી છે.

ઉદ્યોગની લાંબા ટૂંકા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાની માગણી કરવામાં આવી

લિમિટેડ લાયેબલિટી પાર્ટનરશીપ કંપનીઓને પણ કલમ ૪૪ એડી હેઠળ પ્રોગ્રેસિવ કરવેરાનો લાભ આપવાની માગણી કરવામાં આવી હતી.આ સાથે જ ફાર્મા, ટેક્સટાઈલ,સોલાર પાવર,કેમિકલ સેક્ટરના એકમોને વિકસાવવા માટે માળખાકીય સુવિધા વધારી માપવાની માગણી પણ કરવામાં આવી હતી.જીએસટીના વધી રહેલા વિવાદોને ઓછા કરવા માટે ટ્રિબ્યુનલની રચના કરવાની માગણી પણ કરવામાં આવી હતી.

Share Now