વાત તે વડાપ્રધાનની, જેઓ કવિ અને પત્રકાર પણ હતા; જેમણે ભારતને ન્યૂક્લિયર સ્ટેટ બનાવ્યું

266

તેઓ એક સ્કૂલ-ટીચરના પુત્ર હતા.પોતાના પિતાની સાથે તેમણેે LLBનો અભ્યાસ કર્યો. કરિયરની શરૂઆત પત્રકારત્વથી કરી,પરંતુ તેમનો શોખ કવિતાઓ લખવાનો હતો.અભ્યાસ દરમિયાન જ તેઓ RSS સાથે જોડાયા. ત્યાંથી જ રાજનીતિ તરફ પગલાં માંડ્યાં.તેમનાં ભાષણોને સાંભળવા માટે વિરોધીઓ પણ તેમની સભાઓમાં જતા હતા.

પહેલી ચૂંટણી લડ્યા તો હારી ગયા.બીજી વખત ત્રણ જગ્યાએ ચૂંટણી લડ્યા તો એક જગ્યાએથી જીત મળી.એક સમય એવો આવ્યો કે જ્યારે તેમની પાર્ટીના બે સાંસદ હતા,જેમાંથી એક તેઓ પોતે હતા અને એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તેઓ દેશના વડાપ્રધાન પણ બન્યા,એ પણ 20થી વધુ પાર્ટીના સમર્થનથી. અમે વાત કરી રહ્યા છીએ અટલ બિહારી વાજપેયીની.આજના દિવસે જ 1924માં તેમનો જન્મ થયો હતો.

વિશ્વ તેમનાં ભાષણ,શૈલીને પસંદ કરતા હતા,પરંતુ આ જ અટલજી જ્યારે સ્કૂલના ફંક્શનમાં પહેલી વખત પોતાનું ભાષણ વાંચવા ઊભા થયા તો અડધા ભાષણ પછી તેમણે બોલવાનું જ બંધ કરી દીધું હતું,કેમ કે તેઓ પોતાનું ભાષણ ભૂલી ગયા હતા.

અટલજી ત્રણ વખત દેશના વડાપ્રધાન રહ્યા.પહેલી વખત 13 દિવસ અને બીજી વખત 13 મહિના માટે. 13 ઓક્ટોબર 1999એ ત્રીજી વખત તેમણે વડાપ્રધાનપદના શપથ લીધા તથા દેશના પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા અને પોતાનો કાર્યકાળ પણ પૂરો કર્યો.

અટલજીએ પોતાના જીવનમાં અનેક જાણીતી કવિતાઓ લખી,જેમાંથી એક છે- હાર નહીં માનૂંગા,રાર નઈ ઠાનૂંગા,કાલ કે કપાલ પે લિખતા મિટાતા હું,ગીત નયા ગાતા હું. વાત મે 1998ની છે.અટલજી વડાપ્રધાન બન્યા એને 3 મહિના જ થયા હતા. 11 મેના રોજ વિશ્વભરમાં એવા સમાચાર સામે આવ્યા કે ભારતે ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAને પણ એની જાણ ન થઈ. 13 મેના રોજ ફરી એક વખત ભારતે સફળતાપૂર્વક ટેસ્ટ કર્યો અને એ સાથે જ ભારત વિશ્વના પરમાણુશક્તિ સંપન્ન દેશની લિસ્ટમાં સામેલ થઈ ગયું.

તે અટલજી જ હતા,જેમની સરકારના નિર્ણયને કારણે ક્યારેક 17 રૂપિયા મિનિટ કોલિંગવાળા મોબાઈલ પર વાત ફ્રી કોલિંગ સુધી પહોંચી.તેમની સરકારે ટેલિકોમ ફર્મ્સ માટે ફિક્સ્ડ લાઇસન્સ ફીને સમાપ્ત કરી દીધી અને એની જગ્યાએ રેવન્યુ શેરિંગની વ્યવસ્થા શરૂ કરી.અટલ સરકારમાં જ 15 સપ્ટેમ્બર 2000ના રોજ ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL)નું ગઠન થયું.આ ઉપરાંત ટેલિકોમ સેક્ટરમાં થતા વિવાદોના સમાધાન માટે 29 મે 2000ના રોજ ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ અપિલેટ ટ્રિબ્યુનલ (TDSAT)નું પણ ગઠન કરવામાં આવ્યું.

Share Now