વૉલ સ્ટ્રીટ જર્નલના યહૂદી પત્રકાર ડેનિયલ પર્લના હત્યારા જેલમુક્ત થશે,અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી

296

– સિંધ હાઇકોર્ટે મુક્તિનો આદેશ આપ્યો

ઇસ્લામાબાદ તા.25 : અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લના હત્યારા અહમદ ઉમર સઇદ શેખ,શેખ આદિલ અને સલમાન સાકિબને મુક્ત કરવાનો આદેશ સિંધ હાઇકોર્ટે ગુરૂવારે આપ્યો હતો.

વૉલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાઓને જેલમાં રાખવા ગેરકાયદે છે એવો ચુકાદો સિંઘ હાઇકોર્ટે આપ્યો હતો.કોર્ટે આ લોકોને મુક્ત કરવાનું કહ્યું હતું.ઉમર શેખને મુક્ત કરવા પાછળ આઇએસઆઇનો હાથ હોવાનું મનાય છે.ડેલી પાકિસ્તાનના એક રિપોર્ટ મુજબ સિંધ હાઇકોર્ટે ચારેચાર આરોપીનાં નામ એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં નાખવાનો પણ આદેશ આપ્યો હતો.એટલે કે આ ચારે જણ દેશ છોડીને બહાર જઇ શકે નહીં.

દરમિયાન અમેરિકાએ પર્લના હત્યારાઓને મુક્ત કરવાના સિંઘ હાઇકોર્ટના ચુકાદા સામે ચિંતા વ્યક્ત કરી હતી.અમેરિકી વિદેશ ખાતાએ ટ્વીટ કરીને કહ્યું કે ડેનિયલ પર્લના હત્યારા સહિત કેટલાક આતંકવાદીઓને મુક્ત કરવાના સિંધ હાઇકોર્ટના ચુકાદાથી અમે ચિંતિત છીએ.અમને એવી ખાતરી આપવામાં આવી હતી કે પર્લના હત્યારાઓને મુક્ત કરવામાં નહીં આવે.આ કેસ હજુ ચાલી રહ્યો છે અને અમારે એના પર ઝીણવટભરી નજર રાખવી પડશે.આવા સંવેદનશીલ સમયે અમે ડેનિયલ પર્લના પરિવારની પડખે ઊભા રહેવા માગીએ છીએ

Share Now