હિન્દૂ ધર્મ અંગીકાર કરી કાસીમમાંથી કરમવીર બનેલા યુવકને મુસ્લિમ કટ્ટરપંથીઓ મારફત જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાનું શરૂ

270

અલીગઢ : યુ.પી.ના અલીગઢમાં હિન્દૂ યુવતી સાથે લગ્ન કર્યા પછી હિન્દૂ ધર્મ અંગીકાર કરી લેનાર યુવકને મુસ્લિમ કટ્ટરપંથીઓ મારફત જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે.આથી યુવકે એફઆઈઆર નોંધાવતા તેના ઘર પાસે પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.તથા ધમકી અપનારાઓને પકડવા પોલીસ ડિપાર્ટમેન્ટએ કામગીરી શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે આજથી નવ વર્ષ જેટલા સમય પહેલા હિન્દૂ યુવતી અંકિતા સાથે લગ્ન કરનાર કાસીમ નામક યુવકે તાજેતરમાં હિન્દૂ ધર્મ અપનાવી લીધો છે.તથા પોતાનું નામ બદલીને કાસમમાંથી કરમવીર સિંહ કરી લીધું છે.જેના કારણે તેને કટ્ટરપંથીઓ દ્વારા ધમકીઓ મળવા લાગી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now