સ્મૃતિ ઈરાનીએ માગ્યા 25 લાખ, ઇન્ટરનેશનલ શૂટરે કર્યો મોટા આક્ષેપો

284

કેન્દ્રીય મહિલા પંચની સભ્ય બનાવવા માટે મને કેન્દ્રીય પ્રધાન અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઇરાનીએ મારી પાસે પચીસ લાખ રૂપિયા માગ્યા હતા એવો ગંભીર આક્ષેપ ઇન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંઘે કર્યો હતો. વર્તિકાએ સ્મૃતિના અંગત સચિવ વિજય ગુપ્તા અને ડૉક્ટર રજનીશ સિંઘને પણ સહઆરોપી ગણાવ્યા હતા. વર્તિકાએ એમપી-એમએલએ કોર્ટમાં આ લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

અંગત સચિવ વિજય ગુપ્તા અને ડૉક્ટર રજનીશ સિંઘને પણ સહઆરોપી ગણાવ્યા

મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢની રહેવાસી એવી વર્તિકાએ એવો આક્ષેપ કર્યો હતો કે સ્મૃતિના ઇશારે તેમના સાથીદારોએ કેન્દ્રૂીય મહિલા પંચનો બોગસ પત્ર બનાવીને મને આપ્યો હતો.પહેલાં મોટી મોટી વાતો કરીને મને ગૂમરાહ કરવામાં આવી હતી.ત્યારબાદ કેન્દ્રીય મહિલા પંચની હોદ્દેદાર બનાવવાનું પ્રલોભન આપીને આ હોદ્દો આમ તો એક કરોડ રૂપિયાનો ગણાય પરંતુ અમે તમને પચીસ લાખમાં આપશું એવું કહ્યું હોવાનો આક્ષેપ પણ વર્તિકાએ કર્યો હતો.વર્તિકાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સ્મૃતિના સાથીદારોએ મારી સાથે સોશ્યલ મિડિયા પર લૂઝ ટૉક કરી હતી.મેં આ કૌભાંડ ખુલ્લું પાડવાની ધમકી આપતાં સ્મૃતિના સાથીદાર વિજય ગુપ્તાએ મુસાફરખાના પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરાવ્યો હતો.

વર્તિકાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સ્મૃતિના સાથીદારોએ મારી સાથે સોશ્યલ મિડિયા પર લૂઝ ટૉક કરી

વર્તિકાએ એવો દાવો કર્યો હતેા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જેવા નેતાઓને બદનામ કરે એવું આ કૌભાંડ હોવાથી મેં નિષ્પક્ષ તપાસ માટે એમપી-એમએલએ કોર્ટમાં કેસ માંડ્યો હતો.વર્તિકાના આ આરોપ અંગે સ્મૃતિ ઇરાની કે તેમના સાથીદારો તરફથી કોઇ ખુલાસો કે પ્રતિભાવ આવ્યા નહોતા.આ કેસની સુનાવણી બીજી જાન્યુઆરીએ થવાની છે.

Share Now