AGM બાદ VIAની નવી કારોબારીની ટીમ જાહેર

261

વાપી : વીઆઇએની એજીએમ બાદ ગુરૂવારે પ્રથમ ઇસી બેઠક મળી હતી.જેમાં વીઆઇએના નવા પદાધિકારીઓની નિમણૂંક કરી છે.વીઆઇએના પ્રમુખપદ મામલે હાઇકોર્ટમાં જાન્યુઆરીમાં સુનાવણી હાથ ધરાવાની છે.જે પૂર્વે ગુરૂવારે એજીએમ મળ્યા બાદ વીઆઇએની પ્રથમ ઇસી બેઠક મળી હતી.જેમાં વર્તમાન ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવામાં આવી હતી.ત્યારબાદ નવી કમિટિની જાહેરાત કરાઇ હતી.

હાઇકોર્ટમાં ચાલતાં કેસના કારણે પ્રમુખપદે પ્રકાશ ભદ્રા યથાવત રહેશે.જયારે ઉપપ્રમુખ તરીકે સુનિલ અગ્રવાલ,માનદમંત્રી તરીકે સતિષ પટેલ,ખજાનચી તરીકે આરતી ઇન્ડસ્ટ્રીઝના હેમાંગ નાયક અને સંયુકત મંત્રી તરીકે કલ્પેશ વોરાની જાહેરાત થઈ હતી.આગામી બે વર્ષ માટે આ ટીમ હવે કામગીરી કરશે.

Share Now