મામા શિવરાજ ચૌહાણ માફિયા તત્વો પર બગડ્યા કહ્યું કે આજકાલ ખતનાક મૂડમાં છુ, જતા રહેજો નહીંતર જમીનમાં 10 ફૂટ અંદર દાટી દઈશ

297

મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે માફિયા તત્વોને રાજ્ય છોડવાની ચેતવણી આપી દીધી છે.તેમણે શુક્રવારે કહ્યું હતું કે,જો તે આ નહીં કરે તો તેને 10 ફૂટ જમીનમાં દફનાવવામાં આવશે અને કોઈને ખબર પણ નહીં પડે.મુખ્યમંત્રી ચૌહાણે સુશાસન દિવસ નિમિત્તે હોશંગાબાદ જિલ્લાનાં બાબઇ વિકાસખંડમાં આયોજીત કાર્યક્રમને સંબોધન કરતા આ ચેતવણી આપી હતી.

તેમણે પોતાની શૈલીમાં કહ્યું, ‘આજકાલ, હુ ખતરનાક મૂડમાં છુ,ગડબડ કરનારાઓને છોડીશ નહી, ફોર્મ છે મામા.એક તરફ માફિયાઓ સામે ઝુંબેશ ચાલી રહી છે.ગેરકાયદેસર રીતે કબ્જો કરી લેવો,ક્યાંક ભવન તાની દીધી,ક્યાંક ડ્રગ માફિયા.સાંભળો,મધ્યપ્રદેશ છોડી દો નહીં તો હું 10 ફૂટ જમીનમાં દફનાવીશ,ક્યાંય ખબર નહીં પડે.

મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે,અમે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિએ સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. અમારા માટે સુશાસનનો અર્થ એ છે કે જનતાને લેન-દેન વિના સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળે. અહીં કોઈ ફન્ને ખા નહી ચાલે.અહી માત્ર સુશાસન જ ચાલશે.

પોતાના સંબોધનમાં શિવરાજ સિંહે કહ્યુ હતું કે,આજકાલ હું ખતરનાક મૂડમાં છું.ગડબડ કરતા લોકોને છોડીશું નહીં.આજકાલ મામા ફોર્મમાં છે.એક બાજૂ માફિયાઓ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યુ છે.મસલ પાવરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે કબ્જા કરી લીધા છે.અમુક જગ્યાએ બાંધકામ કરી લીધા છે.તો સાંભળી લો.મધ્યપ્રદેશ છોડી દેજો નહીંતર 10 ફૂટ ઉંડા ખાડામાં દાંટી દઈશ.ખબર પણ નહીં પડે કોઈને.સુશાસનનો મતલબ જનતા પરેશાન ન થાય.દાદા,ગુંડા,બદમાશ હવે કોઈની નહીં ચાલે.આ સુશાસન છે.

તેમણે મધ્ય પ્રદેશની જનતાને સંબોધન કરતા કહ્યુ હતું કે,લોકોને હવે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.સુશાસનનો અર્થ છે કે,કંઈ પણ કર્યા વગર સમયસર જનતાને લાભ મળી જાય.જેના માટેના અમે અમુક પ્રકારના નિયમો પણ બનાવ્યા છે.જે ગ્રામપંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધીના અધિકારીઓને લાગૂ પડશે.

Share Now