કુબેરજી ગ્રુપ ઈન્ક્મટેક્સ દરોડામાં સુરતનાં બિલ્ડર રાજેશ પોદ્દારના ત્યાંથી મળી 7 કરોડની જ્વેલરી મળી , 3 લોકર ચેક કરાયા

363

સુરત : કુબેરજી ગ્રુપ સહિતના બિલ્ડરોને ત્યાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ગત ફેબ્રુઆરી, 2020માં પાડવામાં આવેલા દરોડાની કામગીરીનો કોરોના બાદનો બીજો તબક્કો શરૂ કરાયો છે.બિલ્ડરોના લોકર ચેક પ્રોસેસમાં બિલ્ડર રાજેશ પોદ્દારના 3 લોકર ચેક કરાયા હતા.જેમાં 7 કરોડની ડાયમંડ અને ગોલ્ડ સહિતની જ્વેલરી મળી આવી હતી.કુબેરજી ગ્રુપ ઉપરાંતના 20 જેટલાં બિલ્ડર-બ્રોકરોને ત્યાં તપાસ બાદ કોરોનાની સ્થિતિના લીધે આગળની તપાસ અટકી ગઈ હતી.

હાલ કોરોનાની હળવાશ વચ્ચે અધિકારીઓએ ફરી કામગીરી શરૂ કરી છે જેમાં રાજેશ પોદ્દારના અગાઉ ચેક કરવામાં આવેલા લોકર મામલે કેટલીક ગડબડી સામે આવતા ચાર જ્વેલર્સને ત્યાં સરવે પણ થયો હતો.હવે બિલ્ડરના ત્રણ લોકર આજે ખોલવામાં આવ્યા હતા જેમાં ગોલ્ડ,સિલ્વર,ડાયમંડ સહિતની જ્વેલરી મળી આવી હતી.અધિકારીઓએ આ જ્વેલરીનું વેલ્યુએશન પોતાની રીતે કર્યું છે જ્યારે બિલ્ડર પોતાની રીતે કરી રહ્યો છે આથી કોઈ નિર્ણય પર આવવા માટે બિલ્ડરને થોડો સમય અપાયાનું અધિકારીઓએ કહ્યું હતું.

Share Now