બારડોલી પાલિકામાં ચૂંટણી પહેલા 250 જેટલા નવા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો

288

બારડોલી : બારડોલીના પરિશ્રમ પાર્કમાં આવેલ જિલ્લા મધ્યસ્થ ભાજપ કાર્યાલયમાં શનિવારે સાંજે ગુજરાત સરકારના મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં મળેલ નગર ભાજપના કાર્યકરોની મિટિંગમાં 250 જેટલા નવા કાર્યકરો ભાજપમાં જોડાયા.નગર ભાજપની મળેલી બેઠકમાં કોંગ્રેસનાં અનુસુચિત જાતિના માજી પ્રમુખ શૈલેશભાઈ રાઠોડ ભાજપમાં જોડાયા સાથેજ ભાજપથી આંતરિક નારાજગીના લીધે પક્ષ છોડી ચાલ્યા ગયેલા મોટેભાગના કાર્યકરોએ પુનઃ ઘર વાપસી કરી સ્થાનિક સ્વરાજની સામી ચૂટણી ટાણે 250 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેશ પહેરી લેતા નગરનું રાજકારણ ગરમાયું છે.

કેબિનેટ મંત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અને નગર ભાજપ પ્રમુખ રાકેશભાઈ ગાંધીએ તમામ કાર્યકરોને ભાજપનો ખેશ પહેરાવી પક્ષમાં આવકારી આગામી ચૂટણીમાં જીત હાસલ કરવાના લક્ષ્ય સાથે કામે લાગી જવા જણાવ્યુ હતું.

Share Now