
– ચલથાણ સુગરમાં વર્તમાન ચેરમેન સહિત પેનલની જીત
– બારડોલી અને ચણથાણ સુગર બંનેમાં મતદારોએ સહકાર પેનલને જ સહકાર આપતા પરિર્વતન (પેનલ) બહાર
બારડોલી : બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂટણી એક માસ પૂર્વે યોજાય હતી.જેમાં ચૂંટણી બાબતે મામલો હાઇકોર્ટમાં ગયા બાદ અરજદારે પોતાની અરજી પરત ખેંચી લેતા સભાસદોની ઉત્સુકતા વચ્ચે એક માસ બાદ શનિવારના રોજ પરિણામ જાહેર થતાં 7 મી વખત રમણભાઈના નેતૃત્વ વાળી સહકાર પેનલનો વિજય થયો હતો સાથે જ બારડોલી સુગરના ઈતિહાસમાં આજદિન સુધી ઉપ પ્રમુખ રહી ચૂકેલ ફરી રિપીટ નહીં થયા હોવાનો રેકોર્ડ સુગરના ઉપ પ્રમુખ રહી ચૂકેલા ભાવેશભાઈ એન પટેલે તોડી વિજય બન્યા છે.
બારડોલી સુગરની 15 બેઠકો માથી 13 બેઠક પર સહકાર પેનલનો દબદબો રહ્યો હતો. કિશાન પેનલ અને સહકાર પેનલ વચ્ચે સીધા મુકાબલામાં સહકાર પેનલના બે બેઠક પર બિન હરીફ ઉમેદવારોનો જીત્યા હતા.જ્યારે એને 13 બેઠકો પર ચૂટણી યોજાઇ હતી જેનું શનિવારે પરિણામ જાહેર થતાં 11 બેઠક પર સહકાર પેનલ તો 2 બેઠક પર કિશાન પેનલનો વિજય થયો હતો જેથી માજી પ્રમુખ રમણભાઈ પટેલની સહકાર પેનલનો સતત 7મી વખત સ્પસ્ટ બહુમતી સાથે વિજય થયો હતો.
સુરત જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ પૈકી સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટરના ચૂંટણીના પરિણામ કોર્ટના આદેશ મુજબ ગણતરી કરી જાહેર કરવામાં આવ્યા હતા,જે પૈકી ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણી પરિણામ શનિવારે જાહેર થતા ચૂંટણી અંગેના વિવાદોનો અંત આવ્યો હતો.
ચલથાણ સુગરની વ્યવસ્થાપકની ચૂંટણીમાં કુલ 17 બેઠકો પૈકી 8 બેઠક અગાઉ બિનહરીફ જાહેર થઈ હતી.જે તમામ બેઠક ચલથાણ સુગરના વર્તમાન ચેરમેન કેતનભાઈ ચીમનભાઈ પટેલની પેનલના ઉમેદવારો હતા,ત્યારે બાદ બાકી રહેલી 9 બેઠકો ઉપર ચૂંટણી જાહેર થઈ હતી.જેમાં ગત 27મી નવેમ્બરના રોજ બંને પેનલ વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી.જેમાં સહકાર પેનલની સામે કિશાન પરિવર્ત પેનલના ઉમેદવારો મેદાનમાં હતા.શનિવારના રોજ કોર્ટના આદેશ બાદ જાહેર થયેલા પરિણામમાં વર્તમાન ચેરમેન કેતનભાઈ પટેલ,ઉપપ્રમુખ કમલેશભાઈ નાયક સહિતના તમામ 9 ઉમેદવારોનો વિજય થયો હતો.કિસાન પરિવર્તન પેનલના તમામ ઉમેદવારનો પરાજય થયો હતો.