
ચીખલી : ચીખલી વન વિભાગે રાનકુવામાં આઈસર ટેમ્પોમાંથી ખેરના લાકડાનો રૂ. 4.50 લાખનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ચીખલી વન વિભાગની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી રેંજ અને વલસાડ ઉત્તર વન વિભાગના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન રાનકુવામાં રસ્તો બ્લોક કરીને આઇસર ટેમ્પો (નં. જીજે-16-એયુ-6564)ને ઉભો રખાવતા ચાલક ટેમ્પો છોડી ફરાર થઈ ગયો હતો.
વનકર્મીઓએ ટેમ્પોમાં તાડપત્રી ખોલી તપાસ કરતા છોલેલા ખેરના લાકડાનો જથ્થો નંગ 382 ઘનમીટર 6.717 (10 ટન) રૂ. 4.50 લાખ મળી આવ્યો હતો. વનકર્મીઓએ લાકડાનો જથ્થો સહિત ટેમ્પો મળી કુલ રૂ. 14.50 લાખનો મુદ્દામાલ કબજે કરી વન વિભાગે તપાસ હાથ ધરી હતી.