મરોલી સુગર ફેકટરીના પ્રમુખ- ઉપપ્રમુખની બિનહરીફ વરણી

301

– બોર્ડની બેઠકમાં નીતિવિષયક નિર્ણય લેવાયા

મરોલી સુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિની બેઠક માટેની સામાન્ય ચૂંટણી બિનહરીફ પૂર્ણ થયા બાદ 26મીએ મળેલી વ્યવસ્થાપક સમિતિની પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખપદ માટે પ્રવિણસિંહ ઠાકોર (કોલાસણા)ના નામની દરખાસ્ત મહમદ ઝકરીયા યુસુફ હાંસે મુકી હતી.જેને હેમલકુમાર પટેલ (લીંગડ)એ ટેકો આપ્યો અને ઉપપ્રમુખપદ માટે કેતનભાઈ પટેલ (લાખણપોર)ના નામની દરખાસ્ત રેખાબેન દેસાઈ (ગણેશ સિસોદ્રા)એ મુકી હતી. જેને હનિફ વરીયાવા (વાડા)એ ટેકો આપ્યો હતો.

અન્ય કોઈ દરખાસ્ત ન આવતા બંનેને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.મરોલી સુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ થયા બાદ મળેલી વ્યવસ્થાપક સમિતિની બેઠક પ્રમુખ પ્રવિણસિંહ ઠાકોરની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં સંસ્થાના વહીવટ અંગેના કેટલાક નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યા હતા.

સંસ્થાના પ્રમુખ-ઉપપ્રમુખ તથા બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની તમામ બેઠકો બિનહરીફ થતા સંસ્થાના તમામ સભાસદોનો તથા ચૂંટણી સમિતિનો આભાર માન્યો અને આજ પ્રમાણે સંસ્થાને સાથ સહકાર મળતો રહેશે એવી આશા રાખી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,મરોલી સુગરમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી ખેડૂતોને સાથે રાખીને સુગર ચલાવવા માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે.

Share Now