
ગણદેવી નગરપાલિકાની બોર્ડની મુદત 31મી માર્ચ 2021 એ પૂરી થાય છે. 2021ના વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગણદેવી નગરમાં નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષોના સળવળાટ શરૂ થઇ ગયો છે.કોંગ્રેસ અને સત્તાધારી પક્ષ ભાજપમાં સળવળાટ સપાટી પર આવી ગયો છે.આગામી દિવસોમાં તંત્ર દ્વારા ચૂંટણીની સત્તાવાર જાહેરાતના ભણકારા વાગી રહ્યા છે ત્યારે બંને મુખ્ય પક્ષો તેમજ અન્ય કે જેઓ નગરની અંદર ત્રીજો મોરચો ઉભો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તો કેટલાક ગણદેવી નગરમાં જાગૃત નાગરિકો એક થઈ તમામ બેઠકો એ સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને આગળ આવવા અપીલ કરી રહ્યા છે.લોકો પણ સક્રિય થતા નગરની અંદર ફરી એકવાર રાજકીય સળવળાટનો પ્રારંભ થયો છે.
ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરસિંહ પરમાર તેમજ બાબુભાઈ જીરાવાલા અને જિલ્લાના અન્ય મહારથી શનિવારે ગણદેવી લાયન્સ હોલમાં આ અંગેની એક રિવ્યુ મિટીંગ ભાજપના હોદ્દેદારો શહેર અગ્રણીઓને આમંત્રિત કરી યોજતા ગરમાટો આવ્યો છે.ભાજપ સાથે કોંગ્રેસ પણ શહેર કોંગ્રેસ પ્રમુખ રમણભાઈ પટેલનીઆગેવાનીમાં આ માટે આગળ વધી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.ગણદેવી શહેર કોંગ્રેસ તમામ 6 વોર્ડ માટે તૈયારીમાં જોતરાયેલો દેખાય છે.સત્તાધારી પક્ષ ભાજપ પણ સક્રીય રહી પેજ પ્રમુખથી માંડી વોર્ડની અંદર તેના કાર્યકર્તાઓને સુગ્રથિત કરતું દેખાઈ રહ્યું છે.
મિટીંગમાં શહેર ભાજપના પ્રમુખ રાજુભાઇ પટેલ અને એમની ટીમે સ્વચ્છતા દાખવી હતી અને વોર્ડ પ્રમાણે તેઓ તેમની ટીમ સક્રિય કરી રહ્યાનું જણાવ્યું હતું. ગણદેવી લાયન્સ હોલમાં આ રિવ્યુ મિટીંગ કરતા મંત્રી ઈશ્વરસિંહ પરમાર અને ઇલેક્શન ઇનચાર્જ બાબુભાઈએ આનંદ વ્યક્ત કર્યો હતો.આગામી દિવસોમાં ગણદેવી નગરપાલિકાના ભગવો લહેરાવવાની આશા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રમણભાઇ પટેલ,ઉપપ્રમુખ નિલેશભાઈ સહિત તમામ કોર્પોરેટરો, ગણદેવીના વિવિધ મોરચાના હોદ્દેદારો અને નગર અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.