વલસાડ : વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં કુરગામમાં રહેતા ભાજપ તાલુકા પ્રમુખ કેતન અરવિંદભાઇ પટેલનાં લગ્ન નિમિત્તે શનિવારે રાત્રીએ ઓરકેસ્ટ્રા પાર્ટી રાખવામાં આવી હતી.આ ઓરકેસ્ટ્રા પાર્ટીમાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ભેગી થઈ હતી.
આ વાતની જાણ ધરમપુર પોલીસને થતા પોલીસ દ્વારા રેડ કરતા ખૂબ સેંકડોની સંખ્યામાં ભીડમાં લોકો નાંચતા નજરે પડ્યા હતા.ધરમપુર પોલીસે કોવિડ-19 નાં જાહેર નામાનું ભંગ તેમજ વધુ ભીડ ભેગી કરવા બદલ કેતન વાઢુ તેમજ અન્ય 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી,પરંતુ પાર્ટીનાં પ્રેસરનાં કારણે પોલીસે આરોપીઓની હજી અટકાયત કરી નથી.ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થવાની તાપીની ઘટના બાદ આ બીજી એવી ઘટના જ્યાં લોકો ખૂબ મોટા લગ્ન પ્રસંગમાં નાંચતા જોવા મળ્યા હતા.પોલીસ દ્વારા આરોપીઓ પર કોઈ પગલા ન લેવાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે.આમ લોકો પાસે માસ્કનાં 1000 રૂપિયા દંડ વસુલાતો હોય છે પરંતુ ભાજપનાં નેતા ઓ પર કોઈ પણ કાર્યવાહી ન થતા પોલીસની કામગીરી ઉપર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે.
હાલ વલસાડના SP દ્વારા જણાવામાં આવ્યું છે કે નિયમ ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ધરમપુરના ભાજપના નેતાના લગ્નમાં ભીડ એકઠી થવા મામલે પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધી છે.ગઇકાલે રાત્ર 8 લોકોની અટકાયત કરી છે.