આતંકવાદ મુદ્દે સમગ્ર વિશ્વમાં બદનામ પાકિસ્તાન બળાત્કાર મુદ્દે પણ કમ નથી : છેલ્લા 6 વર્ષમાં 22 હજાર બળાત્કાર

577

– રોજના સરેરાશ 11 જેટલા દુષ્કર્મની ઘટના : આટલી મોટી સંખ્યામાંથી માત્ર 77 હેવાનોને સજા

ઇસ્લામાબાદ : આતંકવાદ મુદ્દે સમગ્ર વિશ્વમાં બદનામ થઇ ચૂકેલું પાકિસ્તાન બળાત્કાર મુદ્દે પણ કમ નથી.જ્યાં છેલ્લા 6 વર્ષમાં 22 હજાર બળાત્કારના બનાવો બનવા પામ્યા છે.અને આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાંથી માત્ર 77 હેવાનોને જ સજા ફરમાવાઈ છે.

પાકિસ્તાન મીડિયા,માનવ અધિકાર આયોગ,મહિલા ફાઉન્ડેશન સહીત વિવિધ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ બનેલા ઉપરોક્ત બનાવો પૈકી દુષ્કર્મની કુલ સંખ્યાના ઝીરો ઝીરો 3 ટકા એટલે કે 77 આરોપીઓને જ સજા ફરમાવાઈ છે.

બળાત્કારના મોટા ભાગના બનાવો સિંધ,બલુચિસ્તાન,ખૈબર પખ્તુનખા,તેમજ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં બન્યા છે.જેના કારણે ઇમરાન સરકારે બળાત્કારીઓને નપુસંક બનાવી દેવાનું નક્કી કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now