મહુવા તાલુકાના મહુવરિયા ગામની સીમમાંથી પસાર થતી એક કાર (MH-43-A-3682)ને પોલીસના ઓપરેશન ગ્રૂપના સભ્યોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.જેથી ભાગી રહેલા ચાલકે ખાડામાં ઉતારી દેતા ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી અને દેશી દારૂ ટેગો પંચની કુલ બોટલ નંગ – 1392 કિંમત રૂ.69,600 અને કાર કિંમત રૂ.1 લાખ મળી કુલ્લે 1,69,600 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ફરાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.