
ઉચ્છલ તાલુકા સહિત ધણી જગ્યાએ કોરોના નું સંકમણ સતત વધી રહ્યુ છે.તેમ છતા કોરોના સંકમણ ને અટકાવવા અને કોવિડ-19 અંગે માર્ગ દશિકાની અમલવારી કરવા છતા ઉચ્છલ પોલીસે 21 વ્યકિતઓ ને માસ્ક પહેર્યા વગર ફરતા ઝડપી દંડ વસુલ કરવામાં આવેલ છે.ઉચ્છલ તાલુકા સહિત દરેક ગામ પંચાયતોમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ગામ પંચાયતોને તલાટી સરપંચને તેમજ ચૂંટાયેલા પતિનિધીઓને જરૃરી સૂચનાઓ આપી છે.
અને ધણી જગ્યાએ નાગરિકોને ફરજીયાત માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સી ની અમલવારી થાય તે માટે ગામ પંચાયતો માં સુચનાઓ આપી છે છતાં ધણી જગ્યાએ લોકો માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળી રહ્યા હતા.જેથી ઉચ્છલ પોલીસે પોઈન્ટ ગોઠવી ચુસ્ત બંદોબસ્ત રાખેલ હતો.છતાં જેમાં ગતરોજ સાંજ સુધીમાં 21 વ્યકિતઓ ને માસ્ક ન પહેરવા બદલ ઝડપી પાડી તમામ ને દંડ વસુલવામાં આવેલ છે.