નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય કાયમી મધ્યસ્થા અદાલતમાં ત્રણ સભ્ય જજે પોતાની સુનાવણીમાં બ્રિટિશ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કંપની કેયર્ન એનર્જી પીએલસી સામે ભારત સરકારના 10,247 કરોડ રૂપિયાની કર માંગને નામંજૂર કરી દીધી છે. કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓના નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે.આ નિવેદનોમાં પૂર્વ પ્રભાવથી ટેક્સેશન કાયદાનો ઉપયોગ નહિં કરવાની વાત કહેવામાં આવી હતી.
બ્રિટનની કેયર્ન એનર્જીના પક્ષમાં નિર્ણય
હેગની કાયમી આર્બિટ્રેશન કોર્ટે અગાઉની તારીખથી કર વસૂલવાના કેસમાં બ્રિટનની કેયર્ન એનર્જીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.ટેક્સ ચુકવણીની ભારત સરકારની માંગ સામે કંપનીએ આર્બિટ્રેશન કોર્ટમાં અપીલ કરી હતી. 21 ડિસેમ્બરે કેયર્નને ડિવિડન્ડ,ટેક્સ રિફંડ અને બાકી વસૂલાત માટે શેરના વેચાણમાંથી લેવામાં આવેલી રકમ પરત કરવા 582 પાનાનો આદેશ આપ્યો હતો.
સરકારે અગાઉ થયેલ સોદા પર કેયર્ન પાસેથી માંગ્યો હતો ટેક્સ
સરકારે આવકવેરા કાયદામાં 2012ના સુધારા હેઠળ અગાઉના સોદા પર ટેક્સની માંગ કરવાની ટેક્સ વહીવટને મંજૂરી આપી છે.ટ્રિબ્યુનલે એક સર્વસંમતિથી આદેશ આપતાં કહ્યું હતું કે, 2006માં સ્થાનિક શેરબજારમાં લિસ્ટ થયા પહેલા કેયર્ન દ્વારા તેના ભારતીય વ્યવસાયની આંતરિક પુનર્ગઠન કરવું ખોટી રીતે ટેક્સ બચાવવાનો કોઈ ઉપાય નહોતો.ટ્રિબ્યુનલે ટેક્સ ઓથોરિટીને ટેક્સની માંગ પરત ખેંચવાનો આદેશ આપ્યો હતો.ભારત સરકાર દ્વારા આ ટ્રિબ્યુનલના સભ્યની નિમણૂક કરવામાં આવી હતી.
કોર્ટે બીજેપીના ઘોષણાપત્રનો કર્યો ઉલ્લેખ
આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 2014ના ચૂંટણી ઘોષણાપત્રમાં ‘કર આતંકવાદ’ની સ્થિતિ અને અનિશ્ચિતતા પેદા કરવા માટે અગાઉની સરકારની કરવેરા નીતિની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેની રોકાણ પર નકારાત્મક અસર પડે છે.તત્કાલીન નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જુલાઈ 2014માં પોતાના પ્રથમ બજેટ ભાષણમાં એવો પ્રસ્તાવ કર્યો હતો કે, સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ)ની દેખરેખ હેઠળ એક ઉચ્ચ-સ્તરની સમિતિ 2012માં થયેલા સુધારા બાદ સામે આવેલા નવા કેસોની તપાસ કરાશે.
કોર્ટે કહ્યું – અમારો નિર્ણય નીતિગત
આદેશ અનુસાર 7 નવેમ્બર 2014ના રોજ જેટલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,જ્યાં સુધી આ સરકારની વાત છે તો તેમની સરકારે એક નીતિપૂર્ણ નિર્ણય લીધો છે. જે પ્રમાણે સુધારણા પછી મળેવી સત્તાઓનો ઉપયોગ ન કરવાનો નીતિપૂર્ણ નિર્ણય લીધો છે.જો કે, અગાઉની તારીખથી કરવેરાની સાર્વભૌમ સત્તા રહેશે. 13 જાન્યુઆરી 2015ના રોજ જેટલીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, 2012ના કરવેરા કાયદામાં થયેલા સુધારાથી રોકાણકારો અને તેમની સરકારના ભૂતપૂર્વ ડર ઉભા થયા છે અને તેની સરકારના પૂર્વની તારીખથી બનાવેલી જોગવાઈનો ઉપયોગ કરવાનો કોઈ ઇરાદો નથી.
પીએમ મોદીના નિવેદનનો પણ આપ્યો હવાલો
ટ્રિબ્યુનલે તેના આદેશમાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 14 ફેબ્રુઆરી 2016ના રોજ તેની પુષ્ટિ કરી હતી. ફાઇનાન્શિયલ ટાઇમ્સમાં વડા પ્રધાનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સરકાર પૂર્વ પ્રભાવથી વેરાના નિયમોનો આશરો લેશે નહીં.અમે અમારી ટેક્સ પ્રણાલીને પારદર્શક, સ્થિર અને વિશ્વસનીય બનાવી રહ્યા છીએ. આવકવેરા વિભાગે 2012માં કર કાયદામાં સુધારાના આધારે કેયર્ન પાસેથી 10,247 કરોડ રૂપિયાના ટેક્સની માંગ કરી.આ કરવેરાની માંગ કંપનીના 2006માં તેના વ્યવસાયના પુનર્ગઠનથી ઉભા થયેલા કથિત મૂડી લાભને કારણે હતી.
કેયર્ને આર્બિટ્રેશન કોર્ટમાં કરી હતી અપીલ
કેયર્ને એ વાત નકારી કાઢી હતી કે તેણે આવી કર જવાબદારીથી પોતાને બચાવી છે અને આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં કરની માંગને પડકારી હતી.આ કેસ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ હતો ત્યારે સરકારે કેયર્નની વેદાંત લિ. માં પાંચ ટકાનો હિસ્સો વેચી દીધો,લગભગ 1,140 કરોડના ડિવિડન્ડ જપ્ત કર્યા અને લગભગ 1,590 કરોડનું ટેક્સ રિફંડ આપ્યું નહીં.
આર્બિટ્રેશન કોર્ટે કેયર્નની રકમ પર કરવાનો કર્યો આદેશ
આર્બિટ્રેશન ટ્રીબ્યુનલે પોતાના આદેશમાં જણાવ્યું કે,આ પ્રકારની ટેક્સ ડિમાન્ડથી બચેલ અને કેયર્નને ડિવિડન્ડ,ટેક્સ રિટર્ન પર રોક અને બાકી વસૂલી માટે શેરોના વેચાણથી લેવામાં આવેલ રકમ પરત કરવામાં આવે.સાથે જ આર્બિટ્રેશને ખર્ચની ચૂકવણી કરવા કહ્યું.કુલ મળીને વ્યાજને બાદ કરતા આ 1.25 અબજ ડોલર થાય છે.આ કેસ પર સરકારે નિવેદનમાં જણાવ્યું કે,આ નિર્ણયનો અભ્યાસ કરશે અને સરકાર તમામ વિકલ્પો પર વિચાર કરશે તથા આગળ કાર્યવાગી બાબતે નિર્ણય કરશે,જેમાં ઉચિત્ત પ્લેટફોર્મ પર કાયદાકીય કાર્યવાહી પણ સામેલ છે.