ખેડૂતોનાં ગુસ્સા વચ્ચે હવે JIO વિરુદ્ધ પંજાબમાં હલ્લા બોલ

258

ખેડૂત કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા પંજાબનાં 9000 માંથી 15000 રિલાયન્સ જિઓનાં ટાવરોને કથિત રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે.આ બધાએ કામ કરવાનું બંધ કરી દીધું છે,ટેલિકોમ કંપનીનાં એક પ્રતિનિધિનાં જણાવ્યાં અનુસાર,ટાવર્સની તોડફોડ,ઇલેક્ટ્રિકલ ગડબડી અથવા જનરેટરોની ચોરીને કારણે પંજાબમાં અનેક જગ્યાએ સેવા પ્રભાવિત થઈ છે.

પંજાબમાં ખેડૂત આંદોલનની માર હવે મોબાઈલ ટાવરોને પડી રહી છે.અહેવાલ મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 1500 થી વધુ મોબાઇલ ટાવરોને નુકસાન પહોંચ્યું છે,અનેક મોબાઇલ ટાવરોનો પાવર કાપવામાં આવ્યો છે અને અનેક જગ્યાએ વાયરનાં બંડલો બાળી નાખવામાં આવ્યા છે.મળી રહેલી માહિતી અનુસાર,નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને તેમના સાથીઓ મોબાઇલ ટાવરોને નુકસાન પહોંચાડી રહ્યા છે.અગાઉ,ખેડૂતો પર રિલાયન્સ પેટ્રોલ પમ્પ,રિલાયન્સ રિટેલ પર રોષ ઠાલવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે આજે રાજ્યમાં મોબાઇલ ટાવરોમાં ચેડા કરવા અને ટેલિકોમ સેવાઓ વિક્ષેપિત કરવા સામે કડક
ચેતવણી આપી હતી અને પોલીસને આવા કેસમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

છેલ્લા એક અઠવાડિયાથી,ખેડૂતો રિલાયન્સ સામે ગુસ્સો
વ્યક્ત કરી રહ્યા છે,વીજ પુરવઠો બંધ કરી રહ્યા છે,ટેલિકોમ ટાવરોથી કેબલ્સને ડિસ્કનેક્ટ કરી રહ્યા છે અને મુકેશ અંબાણીની માલિકીની કંપનીનાં માળખાગત સુવિધાને નુકસાન પહોંચાડી રહ્યા છે,જેને ખેડૂત કાયદાઓનાં પ્રમુખ લાભાર્થીઓમાંથી એક કહેવામાં આવી રહ્યા છે. જલંધરમાં,જિઓનાં ફાઇબર કેબલનાં કેટલાક બંડલ બાળી દેવામાં આવ્યા છે.જિઓનાં કર્મચારીઓને ધમકાવવા અને ભગાડવા માટે બનાવાયેલ વીડિયોનો વ્યાપક રૂપે પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

Share Now