વડોદરામાં પોલીસ અને બુટલેગર વચ્ચે જુગલબંધીનો ખુલાસો,માસ્કનો દંડ પોલીસે ટ્રાન્સફર કરાવ્યો તે સીધો બુટલેગરના ખાતામાં જમા થયો

354

વડોદરા : કોરોનામાં ચાલી રહેલા માસ્ક અભિયાનમાં હવે તો ચા પી રહેલા કે નાસ્તો કરવા કે પાણી પીવા અને વાતચીત વખતે પણ જો માસ્ક નીચે આવી જાય તો પણ પોલીસ 1000 રૂપિયા દંડ વસૂલી લે છે ત્યારે વડોદરામાં ફતેગંજના કોસ્ટબલે એક યુવાન પાસેથી ઓનલાઈન 1000 દંડ વસુલ કર્યો હતો પણ જે નંબર ઉપર 1000 ઓન લાઈન ટ્રાન્સફર કર્યા તે નંબર બુટલેગર નો નીકળતા પોલીસ અને બુટલેગરો ની ભાઈબંધીનો મામલો બહાર આવ્યો હતો.

વિગતો મુજબ વડોદરાના કારેલીબાગ ન્યૂ વીઆઇપી રોડ ઉપર રહેતો રાહુલ નવિનચંદ્ર પંડ્યા નામનો નાગરિક શનિવારે સાંજે ફતેગંજ વિસ્તારમાં મિત્રો સાથે ચા પીતો હતો એ દરમિયાન તેના મોબાઇલ ઉપર ફોન આવતા વાતચીત કરવા જતા માસ્ક નાક ઉપરથી નીચે ઉતરી ગયુ હતુ.આ સમયેજ પોલીસે આવી તેનો ફોટો પાડી લીધો હતો.પોલીસે માસ્ક યોગ્ય રીતે નહી પહેરવા બદલ રૂ.1000ના દંડની રકમની માંગણી કરી હતી.યુવાને તેની પાસે રોકડા રૂ 1000 નહી હોવાની વાત કરતા પોલીસે તેને સયાજીગંજ પોલીસ મથકે લઇ જવાની તૈયારી કરતા યુવક તે દંડની રકમ ભરવા તૈયાર છે.પરંતુ તેની પાસે રોકડા નહી હોવાથી અન્ય વિકલ્પ માટે વાત કરતા દરમિયાન ઇ-પેમેન્ટ કરવાનો વચલો રસ્તો નીકળ્યો હતો.

પોલીસ દ્વારા આપવામાં આવેલા નંબર ઉપર તેને રૂ.1000નું ઇ-પેમેન્ટ કર્યુ હતુ.પોલીસ દ્વારા તેને દંડની રકમની વસુલાતની પાવતી પણ આપવામાં આવી હતી. જોકે માસ્કના દંડની રકમની વસુલાત માટે તંત્ર તરફથી કોઇ ઇપેમેન્ટની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નહી હોવા છતાં યુવક દ્વારા રોકડ ન હોવાથી કોન્સ્ટેબલે ગૂગલ પે કરાવ્યું હતું તે પૈસા અનવર ચૌહાણ નામના વ્યક્તિના ખાતામાં જમા થયા હતા.જોકે નવાઈ ની વાત તો એ છે કે,સયાજીગંજ પોલીસ મથકમાં કોઈ અનવર ચૌહાણ નથી.પરંતુ અનવર ચૌહાણ બુટલેગર હોવાની વાત બહાર આવતા પોલીસ અને બુટલેગરો વચ્ચે દોસ્તી હોવાની વાત નો ખુલાસો થયો હતો.

Share Now