TRP SCAM કેસમાં અર્નબ ગોસ્વામી ફરી જઈ શકે છે જેલ , BARCના CEOને લાંચ આપવાના આરોપસર ધરપકડના ભણકારા

280

મુંબઈ : નકલી ટીઆરપી કેસમાં અર્નબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી રહી છે.તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે.આ કેસની તપાસ કરી રહેલ ક્રાઈમ ઈન્ટેલીજન્સ યુનિટે(CIU)કોર્ટમાં સોમવાર(28 ડિસેમ્બર)અર્નબ પર લાંચ આપવાનો રોપ લગાવ્યો છે.મુંબઈ પોલિસે એક રિમાંડ નોટ જારી કરી છે કે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે પોલિસ તપાસમાં એ જોવામાં આવ્યુ છે કે રેટિંગમાં ગરબડ કરવા માટે અર્નબ ગોસ્વામીએ બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના પૂર્વ સીઈઓ(CEO) પાર્થો દાસગુપ્તાને લાખો રૂપિયા આપ્યા હતા.જેના બદલામાં રિપલ્બિક ભારત(હિંદી ચેનલ) અને રિપલ્બિક ટીવી(અંગ્રેજી ન્યૂઝ ચેનલ)ની ટીઆરપી વધારવામાં આવી હતી.

આ કેસમાં ગયા સપ્તાહે મુંબઈની ક્રાઈમ બ્રાંચે બાર્કના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની ધરપકડ કરી હતી.પાર્થો દાસગુપ્તાને સોમવારે નવા રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યા હતા.આ દરમિયાન દાખલ રિમાન્ડ એપ્લિકેશનમાં લખવામાં આવ્યુ હતુ કે પાર્થો દાસગુપ્તા રિપલ્બિક ભારત અને રિપલ્બિક ટીવીની ટીઆરપીમાં હેરફેર માટે અર્નબ ગોસ્વામી અને અન્ય લોકો સાથે મળીને ગેરકાયદે કામ કર્યા છે.

પોલિસે પોતાની રિમાન્ડ એપ્લિકેશનમાં શું-શું કહ્યુ ?

પોલિસે પોતાની દાખલ રિમાંડમાં એપ્લિકેનમાં કહ્યુ કે ગયા સપ્તાહે BARCના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની ધરપકડ કરી હતી.તે આ કેસના માસ્ટરમાઈન્ડ હતા.તે પોતાના આર્થિક લાભ માટે દર્શકોની સંખ્યા અને ડેટાને ખોટી રીતે બતાવે છે.પોલિસે કહ્યુ કે પૂછપરછ માટે પાર્થો દાસગુપ્તાના રિમાંડ હજુ વધારવા જોઈએ.

ક્રાઈમ બ્રાંચે કહ્યુ કે અમારી તપાસમાં સામે આવ્યુ છે કે અર્નબ ગોસ્વામીએ દાસગુપ્તાને લાખો રૂપિયા આપ્યા છે.આ પૈસાથી પાર્થો દાસગુપ્તાએ મોંઘી વસ્તુઓ અને ઘરેણા ખરીદ્યા છે.તેમણે કોર્ટને જણાવ્યુ છે કે ધરપકડ બાદ પાર્થો દાસગુપ્તાના ઘરની અમે તલાશી પણ લીધી છે.ત્યાંથી અમને એક લાખની કિંમતવાળી હેન્ડ વૉચ અને સિલ્વર કલરની ધાતુના ત્રણ કિલોના ઘરેણા પણ મળ્યા છે.

કોર્ટે 30 ડિસેમ્બર સુધી પાર્થો દાસગુપ્તાને મોકલ્યા કસ્ટડીમાં

કોર્ટમાં 30 ડિસેમ્બર સુધી પાર્થો દાસગુપ્તાને કસ્ટડીાં મોકલી દેવામાં આવ્યા છે.ક્રાઈમ બ્રાંચે કહ્યુ કે અમારે એ વાતની પણ તપાસ કરવાની છે કે પાર્થો દાસગુપ્તા પાસે શું શું છે.તેમણે કહ્યુ કે તેમની પાસેથી અમે બે મોંઘા મોબાઈલ ફોન,લેપટૉપ તેમજ આઈપેડ પણ જપ્ત કર્યા છે.જેની તપાસ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે આ નકલી ટીઆરપી કેસાં 6 ઓક્ટોબર 2020એ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એ વખતથી રિપબ્લિક ચેનલ અને તેના કર્મચારી આ કેસમાં ફસાતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ કેસમાં અધિકૃત રીત મુંબઈ ક્રાઈમ બ્રાંચે પહેલી વાર અર્નબ ગોસ્વામીનુ નામ લીધુ છે.

Share Now