નવસારીના જૂનાથાણામાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.18 હજારનો મુદ્દામાલ કબજે

295

નવસારી : નવસારી ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે જૂનાથાણા વિસ્તારમાં રાત્રિના સમયે જુગાર રમતા 6 જુગારીયાને રંગેહાથે ઝડપી લીધા હતા અને પોલીસે રૂ 18 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.નવસારી ટાઉન પોલીસમાં ફરજ બજાવતા અપોકો દિગ્વિજય રવજીભાઈ,વિજયભાઈ,પરેશ બાવિષ્કર,કિરીટ ખાતુભાઈ સહિત જુગારનાં કેસો અટકાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

દરમિયાન બાતમી મળી હતી કે જુનાથાણા મતિયા પાટીદાર વાડીની સામે વિપુલ દેસાઈનાં મકાન આગળ કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.બાતમીને પગલે પોલીસે રેડ કરતા તીનપત્તીનો જુગાર રમતા વિપુલ દેસાઈ,હિતેશ ગામીત,ગૌરવ કંસારા,નરબહાદુર કથુલ્લા,બલબહાદુર કથુલ્લા અને જગત કથુલ્લા (તમામ રહે. નવસારી)ની જુગારધારાની કલમ મુજબ અટક કરી હતી.પોલીસે કુલ રૂ. રૂ.18450નો મુદ્દામાલ કબજે કરી પીએસઆઈ એન.ડી.ચૌધરી તપાસ કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે,નવસારીમાં પોલીસ જુગાર ઉપરાંત દારૂનો વેપલો કરનારા પર બાજ નજર રાખી રહી છે.જેને લઇ નવસારી શહેર ઉપરાંત જિલ્લાભરમા દારૂ અને જુગારના કેસો બહાર આવી રહ્યાં છે.

Share Now