– એસટીપી અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રી ઓનલાઇન ખાતમુર્હુત કરશે
વલસાડ : સરકારના જીયુડીસી દ્વારા અમલીકૃત વિવિધ પાલિકાના એસટીપી અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સોલાર પાવર પ્રોજેકટ લગાવાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતગર્ત વાપી પાલિકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (કોળીવાડ) સોલાર પ્રોજેકટ 134 કેડબલ્યુ 90.08 લાખ,વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સોલાર પ્રોજેકટ 90 કેડબલ્યુ69.96 લાખ (ચલા ખાતે) તથા વાપી એસટીપી સોલાર પ્રોજેકટ 100.43 લાખના ખર્ચે તૈયાર થશે.
મંગળવારે સવારે 9 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઇન ખાતમુર્હુત કરશે.પાલિકાના હોદેદારો અને પાલિકા સભ્યો પાલિકાના સભાખંડમાં હાજર રહેશે.આ પ્રોજેકટથી વાપીના શહેરીજનોને ફાયદો થશે.એસટીપીની લાંબા સમયથી રાહ જોવાતી હતી.જેના કારણે હવે ભુગર્ભ ગટર યોજનાનો પ્રોજેકટ પૂર્ણ થશએ.જયારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાલિકાને આવક પણ મળી રહેશે.
વલસાડમાં પણ 27.30 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટનું લોકાપ્રણ થશે
વલસાડ નગરપાલિકા સંચાલિત ‘અમૃત’ યોજના હેઠળ રૂા.27.30 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 20.20 એમ.એલ.ડી. ક્ષમતાના એસ.ટી.પી. પ્લાન્ટનું તા.29/12/2020ના રોજ સવારે 10 કલાકે મોરારજી દેસાઇ ઓડીટોરીયમ,વલસાડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરાશે.આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.કે.સી.પટેલ,ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટલ,ઉપપ્રમુખ કિરણભાઇ ભંડારી ઉપસ્થિત રહેશે.તેમ ચીફ ઓફિસર જે.યુ.વસાવા દ્વારા જણાવાયું છે.