– સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે સાંસદના રજીનામાના પત્રથી રાજકારણ ગરમાયું
– મનાવવા માટે મોવડી મંડળ ધસી આવ્યું
ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાનો લેટરબોમ્બ ફોડતાં સ્થાનિક રાજકારણ સહિત ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે.ભાજપનું મૌવડી મંડળ હજી તેમને મનાવે તે પહેલાં જ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 29 આગેવાનો તેમજ કાર્યકરોએ પણ પક્ષમાંથી રાજીનામા ધરી દીધું છે.
ભાજપ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ અચાનક રાજીનામાની પત્ર વાઇરલ કરતા ભાજપ કાર્યકરો માં ફાફળાટ ફેલાયો હતો.એટલું જ નહીં ભરૂચ નર્મદા સહિત સમગ્ર આદિવાસી પટ્ટી પર આદિવાસીઓના હક્કો માટે લડાઈ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાના રાજીનામાં લઈને ભરૂચ,વાલિયા નર્મદા સહિતના આગેવાનો તેમને મનાવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.બપોર બાદ મનસુખ વસાવા ને લઈને તેમના સમર્થનમાં અમારા સાંસદ નહીં તો અમે નહીં કહી ભાજપ સાગબારા સંઘઠનના પ્રમુખ,મહામંત્રી,માજી જિલ્લા પંચાયત પ્રમુખ,તાલુકા જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો એ આપ્યા રાજીનામા આપ્યા આમ 29 જેટલા લોકો એ મનસુખ વસાવના સમર્થનમાં આપ્યા રાજીનામા હતા.આ સાથે અન્ય લોકો પણ રાજીનામાં આપવા તૈયાર થઈ ગયા છે.ત્યારે આજે જો સાંસદ મનસુખ વસાવા રાજીનામુ પાછું નહીં ખેંચે તો બીજા કાર્યકરો રાજીનામાં આપવા તૈયાર થઈ ગયા છે.
સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારામાં પડ્યા રાજીનામાં
ભાજપ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારા તાલુકા ભાજપ પ્રમુખ મોતીસિંગ દિવ્યાભાઈ વસાવા,મહામંત્રી દિવેશ ભંગાભાઈ વસાવા,પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા,સાગબારા તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશ મનજીભાઈ વસાવા અને સાગબારા તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારો,સક્રિય કાર્યકરો,સરપંચો સહિત 29 લોકોએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હતો.
સાંસદને મનાવવા રેન્જ IG પણ દોડી આવ્યા
સાંસદ મનસુખ વસાવાના રાજીનામાંનો પત્ર સોસીયલ મીડિયામાં વાઇરલ બાદ તેમનું લોકેશન મળતું નહોતું. પ્રદેશ પ્રમુખથી લઈને અન્ય લોકો તેમને મનાવવા સતત સંપર્કમાં હતા.જોકે તેમનો સંપર્ક નહીં થઇ શકતા રેન્જ આઈ જી હરિકૃષ્ણ પટેલ પણ રાજપીપલા દોડી આવ્યા હતા.જેઓ અહીંયા આવતા રાજપીપલા આરામગૃહ ખાતે એજ રૂમમાં મનસુખ વસાવા સાથે એક ગુપ્ત બેઠક કરી ગૃહ મંત્રી અને મુખ્ય મંત્રી સાથે પણ વાત કરાવી હતી.જેઓએ પણ મનાવવાની કોશિશ કરી ગાંધીનગર બોલાવ્યા છે.
સાંસદ મનસુખ વસાવાએ પત્રો લખીને સર્જેલા વિવાદો
પત્ર – 1 – 3 ડિસેમ્બર 2020ના રોજ સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે.મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા.
પત્ર – 2 – 20 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વસાવાએ લખ્યું છે કે ભારતના રાજપત્રના માધ્યમથી નર્મદા જિલ્લાના 121 ગામને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવામા આવ્યાં છે.જેમાં સ્થાનિકોને કોઈપણ માહિતી આપ્યા વગર ઇકૉ-સેન્સિટિવ ઝોન માટેની કાર્યવાહી કરાઇ છે, જેને કારણે લોકોમાં રોષ છે.
પત્ર – 3 – 13મી મે 2020ના રોજ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે અને બંને જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજનાનાં કામોમાં જિલ્લા અને તાલુકામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો મનસુખ વસાવાએ કર્યો છે.
પત્ર – 4 – 7 ઓક્ટોબર 2020ના રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિકોને રોજગારી મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકારને પત્ર લખી ઓપેલ સહિતના મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની માગ કરી હતી.
પત્ર – 5 – 23 મે 2020ના રોજ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને નર્મદા નદીમાં થતા રેતી ખનનને અટકાવવા અને તપાસની માગ કરી પોલીસની મિલીભગતથી ગેરકાયદે રીતે રેતી ખનન થતું હોવાનો આક્ષેપ કર્યો છે