કુકરમુંડાના હેડ કોન્સ્ટેબલની ગાડીમાંથી 4 બોટલ દારૂ મળી

264

– દારૂ સહિત કુલ રૂ. 1,56,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી

તાપી જિલ્લાના કુકરમુંડા આઉટ પોસ્ટ ખાતે ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલની ગાડીમાં દારૂ હોવાની બાતમી આધારે જિલ્લા પોલીસ વડાએ સુચના મળી હતી. એલસીબીએ કોન્સ્ટેબલની ગાડી ચેક કરતા ગાડીમાંથી 4 બોટલ દારૂની મળી આવતા પોલીસે 1500 કિંમતનો દારૂ અને ગાડી મળી અને મોબાઈલ મળી કુલ 1,56,500નો મુદમાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તાપી જિલ્લાના એસપી સુજાતા મજમુદારે જિલ્લા એલસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઈ ડી.એસ.લાડને સૂચના આપતા જણાવ્યું હતું કે,કુકરમુંડા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ યાદવભાઈ દારૂ પીધેલ હોય.કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા એલસીબીની ટીમ દોડતી થઇ ગઈ હતી.

જે દરમિયાન એલસીબીમાં શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈનાઓને મળેલ બાતમીના આધારે ગત રાત્રે વ્યારાના ઇન્દુગામની સીમમાં ઓવર બ્રિજની બાજુમાં આવેલી વસંત વાટિકા સોસાયટીમા મકાન નંબર એ/80ની સામે હેડકોન્સ્ટેબલ યાદવ ઉર્ફે કૃષ્ણકુમાર બનવારીલાલ યાદવએ પાર્ક કરેલી લાલ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે/19/એ/9250 મળી આવી હતી. ગાડીની અંદર દારૂની 4 બોટલ મળી આવી હતી.જેની કિંમત રૂપિયા 1500 તથા એક વિવો કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 5,000તથા કારની કિંમત રૂપિયા 1.50 લાખ મળી કુલ રૂપિયા 1,56,500 મુદ્દામાલ જિલ્લા એલસીબીએ કબજે કર્યો છે.

Share Now