સુરતમાં GCTOC અંતર્ગત લાલુ ઝાલિમ ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયો, 3ની ધરપકડ, ગેંગ સામે કુલ 94 ગુનાઓ નોંધાયેલા છે

464

– સુરતમાં GCTOC અંતર્ગત બીજો ગુનો નોંધાયો

સુરત : સુરત પોલીસે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલવારીમાં આવેલા નવા કાયદા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયન એક્ટ -GCTOC હેઠળ સુરત શહેરની કુખ્યાત લાલુ ઝાલિમ ગેંગ સામે ગુનો નોંધ્યો છે.જેમાં તેના 3 સાગરીતને ઝડપી પાડવામાં આવ્યા છે. લાલુ ઝાલિમ ગેંગ સામે કુલ 94 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

નેટવર્ક ઉભું કરી 94 જેટલા ગુનાઓ આચર્યા

લાલુ ઝાલિમ ગેંગમાં 11 સભ્યો સાથેની આ ગેગંનો મુખ્ય સુત્રધાર અમિત ઉર્ફે લાલુ ઝાલીમ છે.ગેંગ દ્વારા અમરોલી,કતારગામ,ડીસીબી,ઓલપાડ,સચિન, મહિધરપુરા,ચોક બજારમાં નેટવર્ક ઉભું કરી 94 જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે.જેથી ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગ સામે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશનરને આપ્યો હતો.ત્યારબાદ સુરતનો GCTOC અતંર્ગત બીજો કેસ લાલુ ઝાલિમ ગેંગ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.જેમાં શિવમ,નિલેશ,જગદીશની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ પહેલા આસિફ ટામેટા ગેંગ સામે ગુનો નોંધાયો હતો

પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળ્યા બાદ ક્રાઈમ ફ્રી સુરતના ઉદ્દેશ્ય સાથે શહેરમાં જુદી જુદી ગેંગ દ્વારા વધી રહેલા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને નેસ્તનાબૂદ કરવા સૂચના આપી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે,સુરતમાં અન્ય કોઈ ગેંગ ફરીથી સક્રિય ન થાય અને સમાજમાં એક દાખલો બેસે તે રીતે ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા આસિફ ટામેટા ગેંગ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગેંગના સભ્યો

– અમિત ઉર્ફે લાલુ ઝાલીમ
– દિપક જ્યસ્વાલ
– શૈલેન્દ શર્મા
– શિવમ રાજપૂત
– નિલેશ અવચિત્તે
– જગદીશ કટારીયા
– આશિષ પાંડે
– નિકુંજ ચૌહાણ
– રવિ સીંદે
– નયન બારોટ
– અવનેશ રાજપૂત

Share Now