સુરત : ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકની તા.28મી જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે.બુધવારે બેંકની મતદાર યાદી સામે વાંધા અરજી કરવાના છેલ્લા દિવસે 65થી વધુ વાંધાઓ નોંધાવામાં આવ્યા છે. તા.1લી જાન્યુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે.સુરત જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ રમણ અંબેલાલ પટેલ સત્તાધારી પેનલના નરેશ પટેલ અને સંદીપ દેસાઇ સામે પેનલ ઉતારાવાની ચર્ચા છે.નરેન્દ્ર સિંહ મહિડા,અશ્વિન પટેલ સહિતના આગેવાનોનું નામ ચર્ચાયુ છે.ઓલપાડ બેઠક પર માજી ધારાસભ્ય ધનસુખ પટેલ સામે હાલના ધારાસભ્ય મુકેશ પટેલ ચૂંટણી લડી શકે છે.કોંગ્રેસ તરફથી પણ તાપી અને સુરતની 7 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા અંગે તૈયારી થઈ રહી હોવાની ચર્ચા છે.