પંચમહાલમાં કલેકટર કચેરી અને પ્રાંત અધિકારીની ઓફિસ બહાર 8 લોકોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.કલેકટર કચેરી અને પ્રાંત અધિકારીની ઓફિસ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જેવા આઠ લોકો આત્મવિલોપન કરવા માટે કલેકટર અને પ્રાંત અધિકારીની કચેરી બહાર આવ્યા.તેવી જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ લોકોને આત્મવિલોપન કરતા અટકાવ્યા હતા. જો કે, આ ઘટના બાદ પણ આખો દિવસ કલેકટર કચેરી બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત છે કે, આઠ યુવકોએ વલ્લભપુર ગામના સરવે નંબર 657-બ (9814)માં આવેલી ગૌચર જમીનમાં કેટલાક ઈસમોએ એક પાકી અને બે કાચી એન્ટ્રી ખોટી રીતે એ પાડી હોવાના આક્ષેપ કરવામાં કરવામાં આવ્યા છે.આ બાબતે આઠે આઠ લોકો આત્મવિલોપન કરવા માટે કલેકટર કચેરી પહોંચ્યા હતા.
રિપોર્ટ અનુસાર પંચમહાલના વલ્લભપુર ગામમાં સરવે નંબર 657-બ અને (9814) નંબરની જમીન પર કેટલાક ઇસમો દ્વારા ગ્રેનાઈટ પથ્થરની લીઝ ચલાવવાનું કામ કરવામાં આવે છે. આ લીઝને રદ્દ કરવામાં આવે તેવી માગણી વલ્લભપુર ગામના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. નાગરિકો દ્વારા આ બાબતે છેક ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી છે પરંતુ તેમની રજૂઆતનો કોઈ નિકાલ આવ્યો નથી.ગામના જાગૃત નાગરિકોની માગણી છે કે,ગ્રેનાઈટ પથ્થરની લીઝમાં ખોદકામ કરવામાં આવ્યું છે તે બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ જવાબદાર લોકોને સજા કરવામાં આવે.
આ બાબતે ખોટી રીતે એક કાચી અને પાકી નોંધ થઈ હોવાના આક્ષેપો પણ ગામના લોકો દ્વારા કરવામાં આવ્યા છે.તેથી આ બાબતે પ્રાંત અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કાચી અને પાકી નોંધ રદ ન થતા જાગૃત નાગરિકો રોષે ભરાયા હતા અને તેમને ચીમકી ઉચ્ચારી હતી કે,ગૌચર જમીનમાં પડેલી કુલ ત્રણ નોંધ રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આત્મવિલોપન કરવામાં આવશે અને પ્રાંત અધિકારી દ્વારા પણ આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા વલભીપુર ગામના આઠ જેટલા યુવકો આત્મવિલોપન કરવા માટે કલેકટર કચેરી અને પ્રાંત અધિકારીની ઓફિસની બહાર પહોંચ્યા હતા.
આ વાતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસને કલેકટર કચેરી અને પ્રાંત અધિકારીની ઓફિસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આત્મવિલોપન કરવા માટે ચાર યુવકો કલેકટર કચેરી પર ગયા હતા અને બીજા ચાર યુવકો પ્રાંત અધિકારીની કચેરી પર ગયા હતા પરંતુ પોલીસ દ્વારા તમામ લોકોને આત્મવિલોપન કરતા અટકાવવામાં આવ્યા હતા.આ નાગરિકોમાં યુવાન સોલંકી,ગજેન્દ્રસિંહ સોલંકી,જશપાલસિંહ,મુકેશ,અરવિંદ,યુવરાજસિંહ સોલંકી અને જશવંતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.