GST વળતર ઘટ : કેન્દ્રે રાજ્યોને રૂ.6000 કરોડનો 10મો હપ્તો જારી કર્યો

259

કેન્દ્ર સરકારે GST વળતર ઘટ પેટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશેને 6000 કરોડ રૂપિયાનો 10માં હસ્તો જારી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને GST વળતરની આ રકમ સોમવારે આપવામાં આવી છે.અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને 10 હપ્તામાં કુલ 60,000 કરોડ રૂપિયાનું GST વળતર ચૂકવવામાં આવ્યુ છે.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે GSTના અમલીકરણના લીધે રાજ્યોની આવકમાં અંદાજીત 1.10 લાખ કરોડ રૂપિયાની ઘટને ભરપાઇ કરવા માટે ઓક્ટોબરમાં વિશેષ ધિરાણ સુવિધા ઉભી કરી હતી.આ સુવિધા હેઠળ કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી ધિરાણ લેવામાં આવે છે.

નાણાં મંત્રાલયે કહ્યુ કે,તેમાંથી 5,516.60 કરોડ રૂપિયા 23 રાજ્યોને જારી કરવામાં આવ્યા છે.તે ઉપરાંત ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી,જમ્મુ-કાશ્મીર અને પોંડુચેરીને 483.40 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે.બાકીના પાંચ રાજ્યો અરુણાચલ, મણિપુર,મિઝોરમ,નાગાલેન્ડ અને સિક્કમમાં GST લાગુ કરવાથી તેમની આવકમાં કોઇ ઘટાડો આવ્યો નથી.નિવેદનમાં જણાવ્યુ છે કે,આ સપ્તાહે ધિરાણ 4.15 ટકાના વ્યાજદરે લેવામાં આવ્યુ છે.અત્યાર સુધી કેન્દ્ર સરકાર આ સુવિધા હેઠળ સરેરાશ 4.68 ટકાના વ્યાજે 60,000 કરોડ રૂપિયાનું ધિરાણ લઇ ચૂકી છે.અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને 23 ઓક્ટોબર, 2 નવેમ્બર, 9 નવેમ્બર, 23 નવેમ્બર, 1 નવેમ્બર, 7 નવેમ્બર, 14 નવેમ્બર, 21 નવેમ્બર, 28 નવેમ્બર, 2020 અને 4 જાન્યુઆરી, 2021ને રકમ જારી કરવામાં આવી છે.

Share Now