34.29 લાખના બાકી વેરા મામલે વાપીની ગ્રીન વ્યુ હોટલ સંચાલક સામે વોરંટ જારી

267

– હોટલના 14.90 તથા ડોમના 19.39 લાખ ન ભરતાં પાલિકાની કાર્યવાહી

વાપી : વાપી પાલિકાએ વેરા વસુલાત અભિયાનને તેજ કરી સોમવારે વાપી ગ્રીન વ્યુ હોટલને રૂ.34.29 લાખ બાકી વેરા મામલે વોરંટ ઇસ્યુ કર્યુ હતું. જેમાં વારં-વારં નોટિશ છતાં પણ હોટલના 14.90 લાખ તથા ડોમના 19.39 લાખ બાકી રકમ પાલિકામાં ન ભરતાં પાલિકાએ વોરંટ કાઢી મિલકતને ટાંચમાં અથવા જપ્તી લેવાની ચિમકી આપતાં બાકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

વાપી પાલિકા દ્વારા જાન્યુઆરી 2021ના પ્રારંભ સાથે વેરા વસુલાત અભિયાન હાથ ધર્યું છે.જે અંતગર્ત પાલિકાએ સોમવારે હરસોરા હોટલ પ્રા.લિ. જેઓ હોટલ ગ્રીન વ્યુ હોટલને વોરંટ ઇસ્યુ કર્યુ હતું. જેમાંજણાવ્યુ હતું કે માર્ચ 2021 સુધીમાં 1490421 બાકી વસુલાત ભરવામાં આવી નથી.માંગણાની નોટિશ વિત્યાના 15 દિવસ વિતી ગયા છે.જયારે પાલિકાએ ન્યુમેટ હોટલ્સ (ડોમ)ના 1939221 બાકી વેરાની રકમ ભરવામાં આવી નથી. કુલ 34.29 લાખના બાકી વેરા અંગે વોરંટમાં પાલિકાના ચીફ ઓફિસર દર્પણ અોઝાએ કરેલા આદેશમાં જણાવ્યુ હતું કે લેણાંની રકમની તેની જંગમ માલ મિલકત-કોઇ પણ મિલકત ગુજરાત પાલિકાના અધિનિયમ 1963ની કલમ 132ની જોગવાઇઓને આધિન રહીને ટાંચમાં લેવી-જપ્તીમાં લેવી અને તે અન્વયે તમે ટાંચમાં લીધા માલની -જપ્તીમાં લીધી મિલકત તમામ વિગતો પ્રમાણિત કરી આ વોરંટ સાથે તુરંત મોકલી આપવા જણાવ્યુ હતું.

મિલકત માલિક તરત હરકતમાં આવ્યાં

વાપી ગ્રીન વ્યુ હોટલ અને ડોમના બાકી વેરા અંગે પાલિકાએ વાર-વાર નોટિશો પાઠવી હતી,પરંતુ બાકી વેરાની રકમ પાલિકામાં ભરવામાં ન આવતી ન હતી.સોમવારે પાલિકાએ કડક કાર્યવાહી કરી વોરંટ કાઢતાં હોટલના જવાબદારો પાલિકા પહોંચી ચેક આપી ગયા હોવાનું પણ કહેવાય છે.આમ પાલિકા બાકીદારો સામે એકશન મોડમાં આવી ગઇ હોય એવું લાગી રહ્યું છે.

Share Now