છ મહિના પછી દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ 2.5 લાખથી ઓછા

258

કોવિડ હોસ્પિટલ્સ પર ભાર હળવો થઇ રહ્યો છે

એજન્સી, નવી દિલ્હી

કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં ભારત હવે નિર્ણાયક સ્થિતિ પર પહોંચી ગયું છે. કોરોના મહામારીના દેશમાં પ્રકોપ બાદ 6 મહિના પછી સક્રિય કેસનો આંકડો 2.5 લાખની અંદર પહોંચી ગયો છે.

મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે,23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી સંક્રમણનું પ્રમાણ 3%થી નીચે આવી ગયું છે.21 ડિસેમ્બરે દેશભરમાં કુલ 10 લાખ સક્રિય કેસ હતા જે 2જી જાન્યુઆરીએ ઘટીને 2.5 લાખ પર આવી ગયા હતા. આ સક્રિય કેસમાંથી 43.96% કેસ હોસ્પિટલમાં જ દાખલ છે જ્યારે 56.04% આઇસોલેશનમાં છે. સ્વાસ્થ મંત્રાલય મુજબ કોવિડ હોસ્પિટલ્સ પર દર્દીઓનો ભાર હવે હળવો બની રહ્યો છે.
મહત્વનો મુદ્દો એ છે કે,દેશભરમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે જેમાં મંગળવારે, સતત ચોથા દિવસે નવા કેસના આંક 20 હજારની અંદર રહ્યો હતો. દેશમાં કુલ સંક્રમણ કેસોનો આંકડો 1,03,56,844 પર પહોંચ્યો હતો, પરંતુ તેમાંથી 99.75 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.

વિશ્વસ્તરે સરખામણી કરીએ તો દેશમાં 10 લાખની વસતીએ સંક્રમણના 7504 કેસ છે જ્યારે મહાસત્તા અને સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં કેસનું પ્રમાણ 61 હજારથી વધુ છે.

Share Now